અમદાવાદગુજરાતીઓ કોઈ પણ તહેવાર હંમેશાથી હર્ષ અને ઉલ્લાસથી ઉજવતા હોય છે. તેમાંય ખાસ કરીને ઉત્તરાયણનો (Uttarayan Festival 2023 Ahmedabad) તહેવાર ગુજરાતીઓ માટે સૌથી ખાસ હોય છે. કારણ કે, સદીઓથી ચાલતી આવતી પતંગ ચગાવવાની પરંપરા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં (Recession in Kite Market of Ahmedabad) આવે છે. જોકે, આ વખતે 2 વર્ષ પછી કોરોનાની કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન (Uttarayan to celebrate without Covid-19 Guidelines ) વિના ઉત્તરાયણનો તહેવાર મનાવવામાં આવશે. એટલે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે, આ વર્ષે પતંગ બજાર (Kite market of Ahmedabad) શું કહે છે શું ભાવ છે? અને કેવા પ્રકારનો માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે.
પતંગનું સારું વેચાણ14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ (Uttarayan Festival 2023 Gujarat) છે. ત્યારે પતંગ બજારમાં (Kite market of Ahmedabad) પણ ખૂબ જ સારી એવી રોનક જોવા મળી રહી છે. પતંગના વેપારી વિજય પટણીએ જણાવ્યું હતું કે, આ વખતે પતંગમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે. ભાવમાં પણ ખૂબ જ વધારો થવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ વખતે પતંગમાં નવી નવી વેરાઈટી પણ વધારે પ્રમાણમાં આવી(Sale of kites in Ahmedabad) છે. કારણ કે, છેલ્લા 2 વર્ષથી પતંગનો ધંધો સરખી રીતે થયો ન હતો. તો આ વખતે ગત 2 વર્ષના મુકાબલે ખૂબ જ સારો એવો ધંધો થઈ રહ્યો છે અને પતંગ પણ સારી એવા પ્રમાણમાં વેચાઈ રહી છે.
ઉત્તરાયણ ખાસ તહેવાર તેમણે જણાવ્યું હતું કે, એક રીતે જોવા જઈએ તો બજારમાં (Kite market of Ahmedabad) મંદી છે. રો મટિરીયલ બહુ મોંઘું (Recession in Kite Market of Ahmedabad) થયું છે. તેમાં 25 ટકા વધ્યા છે અને માગ 30 ટકા જેટલી ઘટી ગઈ છે. આ ઉપરાંત ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈનીઝ દોરીનું વેચાણ (Sale of kites in Ahmedabad) વધુ થઈ રહ્યું છે. તેમ છતાં પણ 2 વર્ષ બાદ આ વખતે તહેવાર ઉજવવામાં આવશે, જેના કારણે બજારમાં સારી એવી ભીડ પણ જોવા મળી રહી છે. જોકે, અમદાવાદીઓ માટે તો ઉત્તરાયણનો (Uttarayan Festival 2023) તહેવાર ખૂબ જ ખાસ હોય છે.
આ પણ વાંચોમકરસંક્રાંતિમાં મજાનો માંજો, દેશ વિદેશમાં સુરતી માંજાને ટક્કર આપનાર કોઈ નહીં