ઉત્તરાયણ પર્વ પર સારો પવન રહેવાની શકયતા અમદાવાદ:ઉત્તરાયણમાં (makar sankranti 2023) પતંગરસિકો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે (ahmedabad meteorological department) આગાહી કરી હતી કે ઉત્તરાયણ પર્વ પર સારો પવન રહેવાની (Uttarayan Gujarat to witness good wind flow) શકયતા છે. હાલ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિકોને મજા પડી જશે. હવામાન વિભાગે પતંગ રસિકો માટે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે આ વખતે સારો પવન રહેવાની શક્યતાઓ છે. (Uttarayan 2023)
હવામાન વિભાગ આગાહી કરી છે કે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. હવામાન વિભાગના મતે 3 દિવસ બાદ હાડ થીજવતી ઠંડી પડશે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ધુમ્મસભર્યું વાતાવરણ પણ રહેશે. છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતીઓએ ઉત્તરાયણના દિવસે નહીં કરી હોય એટલી મજા આ વખતે આવશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એટલે કે 14મી અને 15મી જાન્યુઆરીએ પવન 10થી 14 કિ.મી. પ્રતિ કલાકની ગતિનો રહેશે.
આ પણ વાંચો:જાણો ઉત્તરાયણ એટલે શું? તેનો અર્થ ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ અને તેનું ધાર્મિક મહત્વ
ઉત્તરાયણમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ: હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે ઉત્તરાયણમાં ઠંડીના વધુ એક રાઉન્ડની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 13-14 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં લઘુતમ તાપમાન 11 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં છ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં 16.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
પતંગ ચગાવવા માટે ખૂબ અનુકૂળ પવન:હવામાનની આગાહી કરતી વિવિધ સાઈટ્સ અનુસાર, આગામી ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગ્યા સુધી તાપમાનનો પારો 20 ડીગ્રીની આસપાસ જ રહેશે. સવારના સમયે પવનની ગતિ સહેજ તેજ રહેશે અને કલાકના 20 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે બપોર પછી પતંગ ચગાવવાની ખરી મજા આવશે, કારણ કે તાપમાન વધવા લાગશે અને ધીરે-ધીરે 4 વાગ્યા સુધીમાં 25 ડીગ્રીએ પહોંચશે. જ્યારે પવનની ગતિ પણ નિયંત્રિત થઈને કલાકના 10-12 કિ.મી.ની ઝડપ સુધી પહોંચી જશે. આ સમય અને હવા તથા પવનની ઈશાન તરફની દિશા પતંગ ચગાવવા માટે ખૂબ અનુકૂળ રહેશે.
આ પણ વાંચો:દોરી હવે ફિરકીમાં વીંટવાની ઝંઝટ ખતમ, આવી ગઈ છે ઓટોમેટિક ફિરકી
વાસી ઉત્તરાયણના દિવસે તાપમાન ઘટશે: ઉત્તરાયણની તુલનાએ વાસી ઉત્તરાયણના દિવસે તાપમાન થોડુંક ઘટશે, પરંતુ પવનની ગતિમાં ત્રણથી ચાર કિ.મી.નો વધારો થઈ શકે છે. આ સ્થિતિ જોતાં વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પણ કલાકના 14થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની દિશા નૈઋત્યની રહે એવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન પણ 29 ડીગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ વખતે વાસી ઉત્તરાયણના દિવસે રવિવાર હોવાથી પતંગરસિયાઓ એને પણ ભરપૂર માણે એવી શક્યતા છે.