ઉત્કર્ષ ફાઉન્ડેશને 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટસનું વિતરણ કર્યું - અમદાવાદ કોરોના
વર્ષ 1998થી મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન, ઈન્ડિયાએ લૉકડાઉન શરૂ થયું ત્યારથી જરૂરિયાતમંદ લોકો અને બાળકોને 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટસનુ વિતરણ કર્યુ છે.

ઉત્કર્ષ ફાઉન્ડેશને 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટસનું વિતરણ કર્યું
અમદાવાદઃ કુસુમ વ્યાસ કૌલ જણાવે છે કે હાલમાં ચાલી રહેલા લૉક ડાઉન જેવા સમયમાં બાળકોએ સૌથી વધુ સહન કરવુ પડતું હોય છે. બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવવાના ઉદ્દેશથી અમે બાળકોને ચોકલેટ તથા ચીઝ વેફર્સના પેકેટ વહેંચવાનુ શરૂ કર્યુ છે. અમે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં અત્યાર સુધીમાં 5 લાખ ચોકલેટ અને 10 લાખ વેફર પેકેટસનું વિતરણ કર્યુ છે. ”