ગુજરાત

gujarat

ETV Bharat / state

લૉક ડાઉનમાં સમયનો સદુપયોગઃ ગ્લાસ પેઇન્ટિંગની કળા

લૉક ડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે કળામય અભિવ્યક્તિ ધરાવતાં લોકો માટે સમયનો સદુપયોગ સર્જનાત્મક બની રહ્યો છે. નિકોલના મહેશ પટેલે તૈયાર કરેલાં ગ્લાસ પેઇન્ટિંગ નયનરમ્ય કળાનો આસ્વાદ કરાવી રહ્યાં છે.

લૉક ડાઉનમાં સમયનો સદુપયોગઃ ગ્લાસ પેઇન્ટિંગની કળા
લૉક ડાઉનમાં સમયનો સદુપયોગઃ ગ્લાસ પેઇન્ટિંગની કળા

By

Published : May 4, 2020, 5:14 PM IST

અમદાવાદઃ કોરોના મહામારીને લઇને ઘરમાં બંધ લોકોની કળા અભિવ્યકિતને પ્રગટ કરવાનો સુંદર સમય પણ આપ્યો છે. અમદાવાદના નિકોલમાં રહેતાં મહેશ પટેલ ગ્લાસ પેઇન્ટિંગ વર્કમાં પ્રગટ થયેલ અભિવ્યક્તિ કળાસંતર્પક બની રહી છે.

લૉક ડાઉનમાં સમયનો સદુપયોગઃ ગ્લાસ પેઇન્ટિંગની કળા

મહેશ પટેલ રીવર્સ ગ્લાસ પેઇન્ટિંગના કળાકાર છે. જેમાં વિશેષતા એ હોય છે કે પારદર્શક કાચ પર પેઇન્ટિંગ કરવામાં આવે છે પરંતુ તેનું ખરું પરિણામ કાચની પાછળની બાજુએ પૂર્ણ ચિત્ર સ્વરુપે નિહાળી શકાય છે. જેને લઇને તેને રીવર્સ ગ્લાસ પેઇન્ટિંગ કહેવાય છે. કેનવાસ પેઇન્ટિંગમાં જે કલર્સનો ઉપયોગ થાય છે તે જ રંગનો આ પેઇન્ટિંગમાં પણ વપરાશ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details