ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime: મિત્રને ઉછીના આપેલા રૂપિયા 15 હજારની સામે પઠાણી ઉઘરાણી - જાનથી મારી નાખવાની ધમકી

રીક્ષા ચાલક મિત્રને ઉછીના આપેલા રૂપિયા 15 હજારની (Death threat) સામે પેનલ્ટી તથા વ્યાજ મિત્રએ વસૂલ કર્યું હતું. મિત્રએ મિત્રને પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Vadodara Crime: રીક્ષા ચાલક મિત્રને ઉછીના આપેલા રૂપિયા 15 હજારની સામે પેનલ્ટી તથા વ્યાજ મિત્રએ વસૂલ કર્યું
Vadodara Crime: રીક્ષા ચાલક મિત્રને ઉછીના આપેલા રૂપિયા 15 હજારની સામે પેનલ્ટી તથા વ્યાજ મિત્રએ વસૂલ કર્યું

By

Published : Jan 27, 2023, 4:20 PM IST

વડોદરા: શહેરમાં રીક્ષા ચાલક મિત્રને ઉધાર આપેલા રૂપિયા 15 હજારની સામે પેનલ્ટી તથા વ્યાજ મિત્રએ વસૂલ કર્યું હતું. પેનલ્ટી તેમજ વ્યાજ વસૂલવા છતાં પણ મિત્રએ રૂપિયા 1.80 લાખની રકમ ઉધાર લીધેલા હોવાનું લખાણ કરાવી તે રકમનો ચેક રિટર્ન કરાવી રીક્ષા ચાલક મિત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મિત્રની આ કડક ઉઘરાણી ધમકીથી ત્રસ્ત રિક્ષાચાલક વ્યાજખોર મિત્ર વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો Vadodara Crime: ITIમાં સિવિલ ડ્રાફટમેન શાખાની વિદ્યાર્થિની ઉપર ચાકૂથી હુમલો, FIR નોંધાઈ

મિત્રએ જ મિત્રને છેતર્યો:નવાપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરની લીટલ ફ્લાવર શાળાની સામે વ્રજવાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપ સોની રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન કરે છે. તેઓને મકાનના ભાડા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતા વર્ષ 2019 માં પોતાના જ મિત્ર પ્રશાંત કનુ ઠક્કર પાસેથી પ્રતિદિન રૂપિયા 100 ચુકવણી લેખે રૂપિયા 15 હજાર રોકડા લીધા હતા. જેની સામે કોરો ચેક સહીવાળો આપ્યો હતો.

મારી નાખવાની ધમકી:રીક્ષા ચાલક દિલીપ સોની પ્રતિદિન રૂપિયા 500 લેખે રૂપિયા 10 હજાર ચૂકવી દીધા હતા. કોઈ વાર નાણાંની સગવડ ન થતા પ્રશાંત ઠક્કર પેનલ્ટી ચઢાવી વ્યાજની રકમ વસૂલતો હતો. ત્યારબાદ પ્રશાંતે રૂપિયા 1.85 લીધેલ હોવાનું લખાણ કરવા પ્રશાંત ઠક્કર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ભયના કારણે દિલીપ ભાઈએ નોટરી કરાર કર્યો હતો. ત્યારબાદ પ્રશાંત ઠક્કરે ચેકમાં 1.85 લાખની રકમ ભરી રિટર્ન કરાવ્યો હતો. જેથી તેમણી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ હતી.

આ પણ વાંચો Vadodara Crime : દોઢ લાખ સામે સાડા ચાર લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણી યથાવત, ફરિયાદ નોંધાઇ

પોલોસ મથકમાં ફરિયાદ:વ્યાજખોર પ્રશાંત ઠક્કર સતત ઉઘરાણી કરતો હોવાથી રીક્ષા ચાલક દિલીપભાઈ સોની પરેશાન થઈ ગયા હતા. વારંવાર કરવામાં આવતી ઉઘરાણીથી કંટાળી દિલીપભાઈ સોનીએ વર્ષ 2020 માં જંતુનાશક દવા પીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. આમ છતાં વ્યાજખોર મિત્રએ ઉઘરાણી ચાલુ રાખી હતી. મિત્રને તેને પોતાના મૂડી કરતાં વ્યાજમાં જ વધારે રસ હતો. આમ, સતત ઉઘરાણી થી પરેશાન દિલીપે આખરે પ્રશાંત ઠક્કર સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details