અમદાવાદ: ડોનાલ્ડ ડ્રમ્પ અમદાવાદ એરપોર્ટના આગમન સમયે શંખનાદ અને વાજિંત્ર સાથે સ્વાગત કરવામાં આવશે. જેને લઈ દરેક કલાકારોને પણ એરપોર્ટમાં એન્ટ્રી આપી દેવામાં આવી છે. BDDS અને અન્ય એજન્સીઓ દ્વારા ચેકિંગ કરવામાં પણ આવી રહ્યું છે.
અમેરિકી પ્રમુખનું આજે એરપોર્ટ આગમન, ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે અમદાવાદ એરપોર્ટ
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ આજે અમદાવાદમાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ અંદાજે 11:50 કલાકે આગમન થશે. જેનું સાક્ષી અમદાવાદ એરપોર્ટ બનશે. જેને લઈ એરપોર્ટ પર સિક્રેટ એજન્સી અને ગુજરાત પોલીસના અધિકારીઓએ આખરી ચેકિંગ હાથ ધર્યું. જે બાદ બંને નેતાઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે.
અમેરિકી
અમદાવાદમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભવ્ય રોડ શો કરશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ નામનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને ટ્રમ્પ સંબોધિત કરશે. જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રા જવા રવાના થશે.