અમદાવાદ : મહિલાઓને પોતાના પગ પર ઉભી કરવા માટે સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન એટલે કે સ્વરોજગાર મહિલા સંઘથી ઇલાબેન દ્વારા દેશમાં અનેક એવી સામાજિક આર્થિક અને સહકાર ક્રાંતિની શરૂઆત થઈ હતી. જેનાથી લાખો મહિલાઓ આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બનાવીને દેશની વિકાસમાં મહત્વની ભૂમિકાઓ આપી હતી, ત્યારે તેમની શ્રદ્ધાંજલિ પાઠવવા અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે અમદાવાદના સેવા સંસ્થાની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.
સેવાની પહેલી મીટીંગ વિક્ટોરિયા ગાર્ડન ખાતે મળી :જનરલ સેક્રેટરી જ્યોતિબેન જણાવ્યું હતું કે, વિક્ટોરિયા ગાર્ડનમાં ઇલાબેનની યાદમાં એક મેમોરિયલ ત્યાં મૂકવામાં આવ્યો છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટોરેન્ટ પાવર સાથે મળીને એક ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મેમોરિયલની ઇલાબેનનો ફોટો અને તેમની વાતો રજૂ કરવામાં આવી છે. અમારા માટે વિક્ટોરિયા ગાર્ડન ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે સેવાની પહેલી જ મીટીંગ એ વિક્ટોરિયા ગાર્ડનમાં મળી હતી. ત્યારબાદ અમારી ચળવળ અમદાવાદ શહેર અને અન્ય જિલ્લા સાથે સાથે સમગ્ર દેશમાં ચાલી હતી. જ્યારે આજે 18 રાજ્યોમાં 25 લાખ જેટલા સભ્યોને સંગઠિત કર્યા છે.
સેવાના 100 વર્ષમાં હાજર રહેવાની ઈચ્છા :હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે, હું 28 વર્ષ બાદ અમદાવાદ આવી છું. આગામી સેવાના 100 વર્ષની ઉજવણી કરવામાં આવશે ત્યારે પણ મારી ઈચ્છા છે કે હું અહીંયા આવું, પરંતુ જો હું નહીં આવી શકું તો મારી દીકરી અને પૌત્રીને ચોક્કસથી આ ઉજવણીમાં મોકલીશ સાથે સાથે ઇલાબેનને પણ સાથેની જે મુલાકાતો થઈ હતી. તે સંબંધોને પણ યાદ કર્યા હતા, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તે વખતે સેવામાં જે મહિલાઓ હતી તેના કરતાં ચાર ગણી મહિલાઓ આજે સેવામાં જોડાઈ છે.
આગામી સમય પડકાર જનક :હિલેરી કવિન્ટે કહ્યું કે, આજે સેવામાં જોડાયેલી મહિલાઓ અને તેમના કામના કારણે દુનિયા ઘણી બહેનો છે. જે આ મહિલાઓની રાહમાં ચાલી રહી છે હું નસીબદાર મારી જાતને માનું છું કે, તમારા આ પડકારમાં સામે થઈ શકીશું, પરંતુ આગામી સમયમાં આપણે બધાએ જ વાતાવરણનો સામનો કરવાનો છે. ખાસ કરીને ક્લાઇમેન્ટ જે ચેન્જ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખૂબ જ મોટી સમસ્યાઓ ઉદભવી રહી છે. દરેક બહેનોને ગરમીમાં ખૂબ આડી અસર થશે. જેના કારણે આવકમાં પણ અસર થશે જે આ સેવા માટે સૌથી મોટો પડકાર હશે.