આ ખાતર ક્યાંથી લાવવામાં આવ્યું તેમજ કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે નારોલ પોલીસે એક ટ્રક સાથે બે લોકોની અટકાયત કરી હતી. જેની તપાસ કરતાં 200 થેલી યુરિયા ખાતર મળી આવ્યું હતું.
નારોલમાં પકડાયેલા યુરિયા ખાતર અંગે થયો ખુલાસો - NAROL POLICE
અમદાવાદ: નારોલ વિસ્તારમાંથી પકડાયેલા યુરિયા ખાતર મામલે 4 લોકો સામે ગુનો નોંધાયો છે. ખાતરના સેમ્પલની તપાસ બાદ નારોલ પોલીસે ગુનો નોંધ્યો છે. નિમકોટેડ યુરિયા ખાતર ખેતીવાદીના વપરાશનું હતું, જે આકાશ ફેક્ટરીમાં રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ નિમકોટેડ ખાતર હેપ્પી પટેલ નામના શખ્સે મોકલ્યું હતું. તેણે ઉદ્યોગમાં વપરાતા ખાતરની જગ્યાએ આ ખાતર મોકલ્યું હતું.
NAROL
અટકાયત કરાયેલા બે લોકોની પ્રાથમિક તપાસમાં આકાશ ફેશન ટ્વિન્સ ફેક્ટરીનું નામ બહાર આવ્યું હતું. જે બાદ પોલીસ ફેક્ટરીમાં ગઇ હતી અને ત્યાં તપાસ કરતાં વધુ 100 થેલી ખાતર મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે એગ્રીકલ્ચર વિભાગની પણ મદદ માગી હતી અને યુરિયા ખાતરને લઇને એક રિપોર્ટ માગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ખાતરનો ઉપયોગ માત્ર ખેડૂતો જ કરી શકે છે. ફેક્ટરી માલિક આ ખાતરનો ઉપયોગ કરી શકે નહીં. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.