ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કોરોનાનો રેકોર્ડ બ્રેક, નવા 3,280 કેસ નોંધાયા - Record break with Karona figures in the state

કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે રાજ્યમાં કરોનાના આંકડાએ રેકોર્ડ બ્રેક કર્યો છે. આજે રાજ્યમાં 3,280 કેસ નોંધાયા છે. સાથે જ સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે.

રાજ્યમાં કોરોનાનો રેકોર્ડ બ્રેક, નવા 3,280 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાનો રેકોર્ડ બ્રેક, નવા 3,280 કેસ નોંધાયા

By

Published : Apr 6, 2021, 10:21 PM IST

  • રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 3,280 કેસ
  • કોરનોના કારણે આજે રાજ્યમાં 17 ના મોત
  • રાજ્યમાં કોરોના ભયંકર સ્થિતિમાં

અમદાવાદઃ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખમાં કુલ 17348 પોઝિટિવ કેસ છે. જેમાંથી 171 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 17,177 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 30,29,32 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,598 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 798, સુરતમાં 615, વડોદરા 218 રાજકોટ માં 321 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં પરિસ્થિતિ બગડતા રિકવરી રેટ 93.24 ટકા જેટલો થયો છે.

રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી અંગેની જાણ કારી

રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી અંગેની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં પ્રથમ ડોઝમાં 70,38,445 અને બીજા ડોઝમાં 8,47,185 લોકોનું રસીકરણ પૂર્ણ કર્યું છે. તો 45 વર્ષથી ઉપરના 2,75777 અને બીજા ડોઝ અંતર્ગત 29886 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે . જોકે રસીકરણની આડ અસર કોઈ પર વધારે ગંભીર જોવા મળી ન હતી.

ABOUT THE AUTHOR

...view details