ગુજરાત

gujarat

ETV Bharat / state

Gangster Atiq Ahmed : અતિક અહેમદને લેવા યુપી પોલીસ અમદાવાદની સેન્ટ્રલ જેલ પહોંચી

ગેંગસ્ટર અતીક અહેમદને ગુજરાતની જેલમાંથી ઉત્તર પ્રદેશ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ પોલીસ આજે રવિવારે અમદાવાદની સાબરમતી જેલમાં પહોંચી છે. પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ આતિકને ટ્રાન્સફર વોરંટ પર ઉત્તર પ્રદેશ લાવવામાં આવી શકે છે.

Gangster Atiq Ahmed : અતિક અહેમદને લેવા યુપી પોલીસ અમદાવાદની સેન્ટ્રલ જેલ પહોંચી
Gangster Atiq Ahmed : અતિક અહેમદને લેવા યુપી પોલીસ અમદાવાદની સેન્ટ્રલ જેલ પહોંચી

By

Published : Mar 26, 2023, 1:06 PM IST

Updated : Mar 26, 2023, 1:43 PM IST

Gangster Atiq Ahmed : અતિક અહેમદને લેવા યુપી પોલીસ અમદાવાદની સેન્ટ્રલ જેલ પહોંચી

અમદાવાદ : ઉત્તરપ્રદેશની પ્રયાગરાજ પોલીસની ટિમ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પોલીસ ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી અતીક અહેમદને રોડ માર્ગે પ્રયાગરાજ લાવવાની તૈયારી કરી રહી છે. પોલીસ હત્યા સંદર્ભે અતીક અહેમદની પૂછપરછ કરશે.

અતિક અહેમદને લઈ જવા યુપી પોલીસ પહોંચી ગુજરાત : વર્ષ 2007 માં અપહરણ, રાયોટિંગ અને ખંડણી કેસમાં 28મી માર્ચે ઉત્તરપ્રદેશની કોર્ટમાં અતિક અહેમદને લઈને સુનવણી થવાની છે. તેવામાં કોર્ટના આદેશથી સુનવણી માટે અતિક અહેમદને યુપી લઈ જવા માટે પોલીસ પહોંચી છે. ટ્રાન્સફર વોરંટ સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અતિક અહેમદને સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પ્રયાગરાજ લઈ જશે. અતિક અહેમદને ઉત્તરપ્રદેશ લઈ જવા માટે પોલીસની બે મોટી ગાડીઓ તેમજ બોલેરો સહિતની ગાડીઓ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી છે અને હાલ જેલમાં અતિક અહેમદને લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

અતિક અહેમદને લેવા યુપી પોલીસ અમદાવાદની સેન્ટ્રલ જેલ પહોંચી

11 થી 12 લોકો સામે ગુનો નોંધાયો હતો :ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કેસમાં ષડયંત્રકાર તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ પૂર્વ સાંસદ અતિક અહેમદને લઈને ઉત્તરપ્રદેશની STF સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સહિતની ટીમો અલગ અલગ દિશામાં તપાસમાં લાગી હતી. ઉમેશ પાલ અને ગનમેનની હત્યા મામલે અતિક અહેમદ અને તેના પુત્ર સહિત 11 થી 12 લોકો સામે ગુનો નોંધાયો હતો. ઉત્તરપ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા અમદાવાદ શહેર સહિત દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર 12 થી 13 ટીમો બનાવીને અતિક અહેમદ તેમજ તેના સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

અતિક અહેમદની પત્ની શાહીસ્તા પરવીન વોન્ટેડ :આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધીમાં ગુનામાં સામેલ બે આરોપીઓના એન્કાઉન્ટર કર્યા છે, તેવામાં અતિક અહેમદની પત્ની દ્વારા અતિકનું પણ એન્કાઉન્ટર કરવામાં આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હાલ તો અતિક અહેમદની પત્ની શાહીસ્તા પરવીન વોન્ટેડ હોવાથી ઉત્તર પ્રદેશ પોલીસે તેના ઉપર પણ 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ઉમેશ પાલ અને તેના ગનમેનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ઉમેશ પાલ રાજુપાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી હતા. ગાડીમાંથી ઉતરતાની સાથે જ તેના ઉપર ઉપરાછાપરી ફાયરિંગ કરીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

અતિક અહેમદને લેવા યુપી પોલીસ અમદાવાદની સેન્ટ્રલ જેલ પહોંચી

અતિક અહેમદ રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે :અતિક અહેમદ રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય આરોપી છે. વર્ષ 2004માં અતિક અહેમદે ઉત્તરપ્રદેશની ફૂલપુર લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના પક્ષમાં ટિકિટ લઈને જીત મેળવી હતી. જે પહેલા અતિક અહેમદ ઇલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા, પરંતુ તેઓના સાંસદ બન્યા પછી તે સીટ ખાલી થઈ હતી અને થોડાક સમય પછી પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. જે સીટ પર સમાજવાદી પાર્ટીએ અતિક અહેમદના નાના ભાઈ અશરફને ઉમેદવાર તરીકે જાહેર કર્યો હતો. જે ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી ઉમેદવાર રાજુપાલે અતિક અહેમદના નાના ભાઈને હરાવ્યા હતા.

ઉમેશ પાલની પત્નીએ હત્યાનો આરોપ અતિક અહેમદ પર લગાવ્યો છે :જાન્યુઆરી 2005 ના દિવસે પહેલીવાર ધારાસભ્ય બનેલા રાજુપાલની ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં દેવીપાલ અને સંદીપ યાદવ નામના બે વ્યક્તિઓના પણ મોત થયા હતા. જે ગુનામાં અતિક અહેમદ મુખ્ય આરોપી છે હાલમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ઉમેશ પાલની પત્નીએ હત્યાનો આરોપ અતિક અહેમદ પર લગાવ્યો છે. પોલીસે ઉમેશ પાલની પત્ની જયા પાલની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો, જેમાં અતિક અહેમદની સાથે તેનો ભાઈ, પત્ની શાહીસ્તા પરવીન અને તેના બંને દીકરાની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અતિક અહેમદની પત્નીએ CM યોગી આદિત્યનાથને પત્ર લખ્યો :આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અતિક અહેમદની પત્નીએ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખીને અતિક અહેમદની યુપી પોલીસ હત્યા કરી શકે છે, તે પ્રકારની રજુઆત કરી છે. આ મામલે ઉમેશ પાલની હત્યા કેસમાં CBI તપાસની માંગ કરી છે. આ મામલે અતિક અહેમદની પત્ની શાહીસ્તા પરવીને કોર્ટની પણ મદદ માગી છે. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, પ્રયાગરાજ પોલીસ કમિશનર રમત શર્મા અને એડીજી STF અમિતાભ યશ વિરોધીઓ સાથે મળીને અતિક અહેમદ અને તેના નાના ભાઈ અશરફની હત્યાની સોપારી લીધી છે. આ સમગ્ર મામલે ષડયંત્રકાર તરીકે જેનું નામ ચર્ચાઈ રહ્યું હોય તે અતિક અહેમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં છેલ્લા ચાર વર્ષથી સજા કાપી રહ્યા હોય તેને હાઈ સિક્યુરિટી બેરેકમાં પણ રાખવામાં આવ્યા છે.

Last Updated : Mar 26, 2023, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details