જેલમાંથી બહાર આવતાની સાથે જ અતીક અહેમદનેે ફરીથી એન્કાઉન્ટરનો ડર અમદાવાદ: ફરી એકવાર યુપીના સૌથી મોટા માફિયા અતીક અહેમદને 16 દિવસ બાદ યુપી લઈ જવાશે. આ વખતે પણ અતીક અહેમદને આ જ રૂટથી લાવવામાં આવી રહ્યો છે. અગાઉ જે પોલીસ ટીમ આતિકને લઈને આવી હતી તે જ પોલીસ ટીમ આ વખતે પણ મોકલવામાં આવી છે. ત્યારે આજે ફરી અતીક અહેમદે પોતાને જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું.
માફિયાને એન્કાઉન્ટરનો ડર:ગેંગસ્ટર અતીક અહેમદે બહાર આવતાંની સાથે જ જણાવ્યું કે આ લોકો મને લઈ જઈ રહ્યા છે તેમની નિયત સારી નથી. મને પરેશાન કરવા માંગે છે. મને મારી નાખવા માંગે છે. ઉમેશ પાલ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગનું પણ કહ્યું છે. વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા હોવા છતાં શા માટે આ લોકો મને ફરી પ્રયાગરાજ લઈ જઈ રહ્યા છે.
આ પણ વાંચો:Atiq Ahmad taken to Prayagraj: યુપી પોલીસ માફિયા અતીક અહેમદને લઈને પ્રયાગરાજ માટે રવાના
અગાઉ વ્યક્ત કરી હતી હત્યાની આશંકા: ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 27 માર્ચે અતીક અહેમદને કોર્ટેમાં હાજરી આપવા માટે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન પણ માફિયા અતીક અહેમદે એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરી હતી. અતીક અહેમદે આરોપ મૂક્યો હતો કે પોલીસ તેને કોર્ટમાં હાજરી માટે પ્રયાગરાજ લઈ જવાના બહાના હેઠળ રસ્તામાં મારી શકે છે.
પોલીસ દ્વારા હત્યાનો ડર: 27 માર્ચે યુપી પોલીસે અતીક અહેમદને તેમની કસ્ટડીમાં લીધા પછી સાબરમતી જેલમાંથી બહાર નીકળતી વખતે અતીક અહેમદ પત્રકારોને જોઈને 'હત્યા, હત્યા' બોલીને રડ્યો હતો. તેણે કહ્યું હતું કે પોલીસ તેને રસ્તામાં મારી શકે છે. "મુઝે ઉનકા પ્રોગ્રામ માલૂમ હૈ...હત્યા કરના ચાહતે હૈં. રડતાં રડતાં ઉમેર્યું હતું કે પોલીસ તેને બહાના હેઠળ મારવા માંગે છે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં ગુજરાતે કથિત નકલી એન્કાઉન્ટર્સની વિગતો શેર કરવાનો કર્યો ઇનકાર
પ્રયાગરાજ જવા રવાના:આજે ફરી યુપી પોલીસના ટ્રાન્સફર વોરન્ટ હેઠળ પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો છે. ત્યારે આજે ફરી માફિયા અતીક અહેમદે પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે તે જ્યારે સુપ્રીમ કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ માટે જણાવ્યું છે તો આ લોકો શા માટે મને હેરાન કરવા માંગે છે.