ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘર બહાર ઊંઘતી મહિલા સાથે શારીરિક છેડતી થતા ચકચાર, યુવકની કરાઇ ધરપકડ - અમદાવાદમાં મહિલા સાથે છેડતી

દેશમાં અને રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને નારી શક્તિની વાતો થઈ રહી છે, ત્યારે આ વાત સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘરના આંગણમાં જ ઊંઘતી મહિલાની એક વ્યક્તિએ 30 મિનિટ સુધી છેડતી કરી હતી. બાદમાં મહિલા જાગી જતા લોકો ભેગા થયા અને છેડતી કરનાર ઇસમને ઝડપીને પોલીસને સોંપ્યો છે.

'Unsafe Ahmedabad': Physical harassment with a woman sleeping outside her home
'Unsafe Ahmedabad': Physical harassment with a woman sleeping outside her home

By

Published : Feb 27, 2020, 4:14 PM IST

અમદાવાદઃ સમગ્ર કિસ્સાની વિગતે વાત કરવામાં આવે તો વાડજ વિસ્તારમાં એક ચોકીદાર દંપતી તેમની ત્રણ દીકરીઓ સાથે રહે છે. તે જે તે બિલ્ડિંગમાં કામ કરીને રાતે બિલ્ડિંગની નીચે જ સુઈ જાય છે. ગત 25 ફેબ્રુઆરીએ રાતના 2ઃ30 વાગ્યા બાદ ખાટલામાં સુતેલી મહિલા પાસે અચાનક જ એક શખ્સ આવ્યો અને મહિલાની શારીરિક છેડતી કરવા લાગ્યો હતો.

લગભગ 30 મિનિટ સુધી આ શખ્સે મહિલાની શારીરિક છેડતી કરી અને મહિલા પર પ્રવાહી દ્રવ્ય પણ ફેંક્યું, જેથી મહિલા અચાનક જ ઉઠી જતા સામે ઉભેલા વ્યક્તિને જોઈને બુમો પાડવા લાગી હતી. મહિલાનો અવાજ સાંભળી તેનો પતિ અને આસપાસના લોકો પણ ઉઠ્યા જેથી છેડતી કરનારો વ્યક્તિ ભાગવા લાગ્યો હતો. ત્યારે તેને લોકોએ જ પકડી મેથીપાક આપી પોલીસને જાણ કરી હતી.

'અનસેફ અમદાવાદ' : ઘર બહાર ઊંઘતી મહિલા સાથે શારીરિક છેડતી થતા ચકચાર

વાડજ પોલીસે આ મામલે મહિલાની ફરિયાદ નોંધી છેડતી કરનાર ઈસમ રજનીકાંત વાઘેલાની ધરપકડ કરી હતી. જે બાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી વાડજ વિસ્તારમાં જ રામદેવપીરના ટેકરા પાસે રહે છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

આ મામલે મહિલા સાથે વાત કરતા મહિલાએ પોતાની આપવીતી જણાવી હતી અને તેને ન્યાય મળે તથા છેડતી કરનાર આરોપીને કડક સજા મળે તેવી માગ કરી હતી. એકતરફ સરકાર ગુજરાતમાં નારી સુરક્ષા અને સલામતીની વાતો કરે છે, ત્યારે આ પ્રકારની ઘટનાથી હજુ પણ મહિલાઓ સુરક્ષિત નથી તેમ સાબિત કરે છે.

ABOUT THE AUTHOR

...view details