આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ઓસોસિએશને સુપ્રીમમાં કરેલી જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં તેઓએ રજૂઆત કરી છે કે, સુપ્રીમ કોર્ટ કલેજીયમે જસ્ટિસ અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક કરવાની તેમજ અન્ય હાઇકોર્ટના જજોની નિયુક્તિ અંગે પણ ભલામણ દેશના કાયદા મંત્રાલયને કરવામાં આવી હતી.
અકિલ કુરેશીની ચીફ જસ્ટીસના પદે નિમણૂંકમાં થતા વિલંબ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે - gujarat high court
અમદાવાદ: મૂળ ગુજરાત હાઇકોર્ટના જજ જેઓ હાલમાં બોમ્બે હાઇકોર્ટમાં નિયુક્ત જસ્ટિસ અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક કરવામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા ઇરાદાપૂર્વના વિલંબના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તો દાખલ કરવામાં આવેલી અરજી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ તથા જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠ દ્વારા આ અરજી સાંભળવાની સંમતિ દર્શાવવામાં આવી હતી. ત્યારે આ અરજીની નકલ સોલિસિટર જનરલ તુષાર મહેતના પાઠવવાનો આદેશ કરી વધુ સુનાવણી જુલાઇ 22ના રોજ નિયત કરવામાં આવશે.
amd
ત્યારે આ મામલે જસ્ટિસ કુરેશી અંગેની ભલામણ સિવાય તમામ ભલામણોને કાયદા વિભાગે મંજૂરી આપી છે. પરંતુ જસ્ટિસ કુરેશીની નિયુક્તિમાં બિનજરુરી વિલંબ થઇ રહ્યો છે. ત્યારે જસ્ટિસ અકિલ કુરેશી સ્વતંત્ર અને નિષ્પક્ષ વલણ માટે જાણીતા ન્યાયાધિશ છે.