શહેરના હાટકેશ્વર ખાતે અનોખા લગ્ન: એકબીજાને માસ્ક પહેરાવી કર્યા લગ્ન - અમદાવાદ
લોકડાઉનના પગલે અનેક કાર્યક્રમો સ્થગિત થયાં છે તેવામાં લગ્નો પણ સ્થગિત કરવા પડ્યાં છે. પરંતુ લૉકડાઉનમાં લેવાયેલાં લગ્ન અનોખી રીતે થતાં જોવા મળી રહ્યાં છે.

શહેરના હાટકેશ્વર ખાતે અનોખા લગ્ન: એકબીજાને માસ્ક પહેરાવી કર્યા લગ્ન
અમદાવાદઃ કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં હાહાકાર મચી ગયો છે. લૉક ડાઉનનો સમય વધીને 17 મે સુધી કરવામાં આવ્યો છે. લોકોને વારંવાર ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે તેની સાથે આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે જ બહાર નીકળવાનું લોકોને જણાવવામાં આવી રહ્યું છે ત્યારે લોક ડાઉનના પગલે અનેક કાર્યક્રમો પણ સ્થગિત થયાં જેમાં લગ્નો પણ કેન્સલ કરવા પડ્યાં છે. જોકે લગ્ન ટાળવા ન હોય તે લોકો કોરોનાની અગમચેતી રાખી આઘવી ઢબે લગ્ન કરી રહ્યાં છે.