આ રાખડીને ભક્તોના દર્શન માટે 11 થી 15 ઓગષ્ટ રક્ષાબંધનના દિવસ સુધી સવારે 8 થી 12 અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી ખુલ્લા મૂકવામાંઆવી છે. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રાવણ સુદ એકાદશીના રોજ મહંત આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં આ રાખડી સ્વામિનારાયણ ભગવાને અર્પણ કરવામાં આવી હતી. આ રાખડીની અંદર જે લોકોએ ભારતને આઝાદી અપાવવા માટે બલિદાન આપ્યું છે અને ભારતના સર્વાંગી વિકાસમાં જેમનો મહત્વનો ફાળો રહેલો છે તેમના ફોટોગ્રાફ્સ પણ અંકિત કરવામાં આવ્યા છે.
અમદાવાદના કુમકુમ મંદિર ખાતે તિરંગા થીમ પર રાખડી બનાવી, 6 ફૂટ લાંબી છે આ રાખડી - રાખડી દર્શન
અમદાવાદઃ શહેરના પ્રખ્યાત કુમકુમ મંદિર ખાતે 72માં સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે ભારતના તિરંગાની થીમ પર આધારિત 'એક ભારત શ્રેષ્ઠ ભારત' નો સંદેશો આપતી રાખડી બનાવવામાં આવી છે. આ રાખડી 6 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવે છે.
rakhi darshan
આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના પાયાના સંતોના પણ ફોટોગ્રાફ્સ અંકિત કરવામાં આવેલા છે. સાથે જ અનેક પ્રકારની નાની- નાની રાખડીઓ પણ શણગારવામાં આવી છે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે, ભારત દેશના નાગરિકોની આંતકવાદથી રક્ષા કરજો. સૌનો સર્વાગી વિકાસ થાય અને જે રક્ષાબંધનના દિવસે ભાઈઓને રાખડી બાંધે તેઓ આ લોક અને પરલોકમાં સુખી થાય તેમના કામ, ક્રોધાદિ દોષો થકી રક્ષા કરજો અને અંતકાળે તેમને ભગવદ્ના સુખની પ્રાપ્તિ થાય તેવા સુવાક્યો પણ કંડારવામાં આવ્યા છે.