અમદાવાદ: ગુજરાતના જાણીતા આર્ટિસ્ટ એવા દિપકભાઈ ભટ્ટે જેમને પેન્સિલની અણી પર લોક, કી અને કડીની આકૃતિ બનાવી લોકડાઉનનો સંદેશો આપ્યો છે. આ ઉપરાંત તેમને દેશની સેવામાં કાર્યરત એવા પોલીસ, મીડિયા કર્મી, ડૉક્ટર્સ વગેરેની તસવીરો ચોખાના દાણા પણ કોતરી હતી. કલર પુર્યા છે. જેમાં સ્ટે હોમ બી સેફ, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો વગેરે જેવા લખાણો પણ ચોખાના દાણા પર લખ્યા છે.
પેન્સિલની અણી પર આપ્યો લોકડાઉનનો અનોખો સંદેશ...
હાલ દેશભરમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ઘણા પ્રકારના લોકો આ લોકડાઉનનો ભંગ પણ કરતા જોવા મળે છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદના જાણીતા આર્ટિસ્ટ એવા દિપકભાઈ ભટ્ટે અનોખા પ્રકારનો મેસેજ દેશવાસીઓને તેમના ફેસબુક પેજ પર ઓનલાઈન એક્ઝિબિશન દ્વારા આપ્યો હતો.
પેન્સિલની અણી પર આપ્યો લોકડાઉનનો અનોખો સંદેશ...
દિપકભાઈની બીજી વિશેષતા એ છે કે, તેઓ બીજા પ્રકારની સિદ્ધીઓના કારણે તેઓ ગિનિસ બુક અને લિમ્કા બુકમાં નામ નોંધાવી ચૂક્યા છે. એકવાળમાં બીજો વાળ પરોવી શકે છે, ચોખાના એક દાણા પર 396 અક્ષર લખેલા છે, 15 પૈસાના પોસ્ટકાર્ડ પર શ્રીમદ્ ભગવદગીતા લખ્યું છે, તેમને માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરને તલના દાણા પર 148 શબ્દોનો અભિનંદ પત્ર પણ લખીને આપેલો છે, હિસ્ટ્રી ચેનલમાં પણ તેમનો પ્રોગ્રામ આવી ચુક્યો છે, ચાલુ બાઈક પર રીદ્ધી સિદ્ધીની મૂર્તી સોપારી પર કોતરી શકે છે.