દેશમાં સૌથી વધુ રાહ જોવાતું આ ડિઝાઇન શિક્ષણનું ઇવેન્ટમાં કારકિર્દી બનાવવા માટે મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ માટે મોટી સંખ્યામાં ભાગ લે છે. જાણીતા ડિઝાઇન પ્રોફેશનલ્સ અને ફેકલ્ટીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે અને પ્રદર્શનમાં પ્રદર્શિત તેમનાં કાર્યનું મૂલ્યાંકન કરે છે, 35 થી વધુ અગ્રણી ડિઝાઇન કોલેજોના વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
અમદાવાદમાં યોજાયુ અનોખુ ડિઝાઈન એક્ઝિબિશન - ahemdabad letest news
અમદાવાદઃ ભવર રાઠોડ ડિઝાઇન સંસ્થા દ્વારા ડિઝાઇન એક્ઝિબિશન 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર ભારતનું સૌથી મોટું ડિઝાઇન એક્ઝિબિશન છે. કુલ સાત શહેરોમાં આ એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.
અમદાવાદમાં યોજાયો અનોખો ડિઝાઇન એક્ઝિબિશન
મુંબઈ પૂના દિલ્હી કલકત્તા જયપુર અને બેંગ્લોર જેવા શહેરોની સફળતા પછી હવે અમદાવાદ ખાતે આ એક્ઝિબિશન યોજાયું હતું, ભવર રાઠોડે વિદ્યાર્થીઓ અને માતા-પિતાને ભારતની ટોચની ડિઝાઇન કોલેજો સાથે વાતચીત કરવા અને ડિઝાઇન શિક્ષણમાં તેમની તકનીકો વિશે જાણવા માટે એક સામાન્ય મંચ પૂરો પાડવાના હેતુથી BRDI ડીઝાઇન પ્રદર્શન શરુ કર્યુ હતું.