અમદાવાદકેન્દ્રિય પ્રધાન અને ભાજપનાં સ્ટાર પ્રચારક એવા સ્મૃતિ ઈરાની સોમવારે પ્રચાર માટે અમદાવાદ (Smriti Irani Public Meeting in Danilimda) આવ્યાં હતાં. અહીં તેમણે દાણીલીમડા વિધાનસભામાં (Danilimda Assembly Constituency) એક સભા સંબોધી હતી. તે દરમિયાન તેમણે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે કૉંગ્રેસના સેનાપતિ ગુજરાતમાં નહીં, પરંતુ બહાર ચક્કર મારી રહ્યા છે. ગુજરાતમાં સામેથી શ્રીરામ બોલવામાં આવે છે. જ્યારે અન્ય રાજ્યોમાં શ્રીરામ બોલનારને સજા કરવામાં આવે છે.
કૉંગ્રેસની સેના દમ નથીકેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ (Smriti Irani Public Meeting in Danilimda) જણાવ્યું હતું કે મહાસંગ્રામનો મતલબ એમ છે કે, બંને પગ સામે હોય અને સેનાપતિ પણ સામે આવે. મહિલાઓનું ક્યારેય અપમાન ન થાય. તે મહાસંગ્રામનો નિયમ છે, પરંતુ કૉંગ્રેસની સેનામાં દમ નથી કે ગુજરાતમાં આવીને ચૂંટણી લડી શકે. કૉંગ્રેસના યોદ્ધા જ ગુજરાત બહાર આંટો મારી રહ્યા છે. જ્યારે ચૂંટણી મહાસંગ્રામ તો ગુજરાતમાં ચાલી રહ્યો છે.
બાને અપશબ્દો કહેવામાં આવે છેકેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani Public Meeting in Danilimda) આમ આદમી પાર્ટી પણ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓનું ક્યારેય અપમાન થતું નથી, પરંતુ ગુજરાતની આપ પુણ્ય ભૂમિ ભાજપની જ મહિલાઓ કહે છે કે, ગુજરાતની ભૂમિ પર કોઈએ પોતાની બાને અપશબ્દો કહ્યા નથી. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ બાને અપશબ્દો કહી રહ્યા છે. આજ ગુજરાતી ચૂંટણીમાં જે બાને અપશબ્દો કહેવામાં આવી રહ્યા છે. તેમનો જ પૂત્ર ગુજરાતમાં સરકાર બનાવશે.