અમદાવાદ:કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે બપોરે તેઓ ચાંગોદરમાં ઉપસ્થિત રહ્યાં જ્યારે બપોરે 2.30 કલાકે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં વાર્ષિક પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમોમાં આપી રહ્યાં છે હાજરી - undefined
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજે તેઓ અમગદાવાદ, વલ્લભ વિદ્યાનગરમાં આયોજીત કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપ્યાં છીએ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે
Published : Dec 16, 2023, 1:43 PM IST
જ્યારે અમદાવાદના પાલડી ખાતે સાંજે 4:45 કલાકે મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે, ત્યાર બાદ અમદાવાદના સાઉથ બોપલ સ્થિત ક્લબ ઓ સેવનમાં આયોજીત યુરોલોજી એસોસિએશનની છઠ્ઠી એડવાન્સમેન્ટ ઈન એન્ડરોલોજી કોન્ફરન્સમાં હાજરી આપશે.