ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોલા સિવિલ ખાતે ICU ઓન વ્હીલ્સ, મોબાઈલ લેબ અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું - અમદાવાદ સમાચાર

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે સોલા સિવિલ ખાતે ICU ઓન વ્હીલ્સ, મોબાઈલ લેબોરેટરી અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. આ સુવિધાનો લાભ 8 લાખથી વધુ ગ્રામીણ લોકોને મળવાનો અંદાજ છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન
કેન્દ્રીય ગૃહ પ્રધાન

By

Published : Apr 24, 2021, 9:09 PM IST

  • ICU ઓન વહીલ્સ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
  • સામાન્ય ICUમાં જે સાધન હોય તે તમામ સાધન એમ્બ્યુલન્સમાં હાજર
  • વેન્ટિલેટરની સુવિધા પણ એમ્બ્યુલન્સમાં ઉભી કરાઈ
  • આગામી સમયમાં વધુ વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન

અમદાવાદ : કોરોના મહામારીના સમયે વધુ સુવિધા ઉભી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે ગાંધીનગર લોકસભા સંસદીય મત વિસ્તારમાં રૂપિયા 10 કરોડથી વધુ રકમની વ્યવસ્થા કરી છે, જેમા 100 બાયપેપ મશીન અને 25 વેન્ટીલેટરની સુવિધા ઉભી થશે. આ બાયપેપ મશીનમાંથી 50 સોલા સિવિલ ખાતે અને 50 ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવશે. આ વ્યવસ્થાના પગલે તાત્કાલિક ધોરણે 6 એમ્બ્યુલન્સ અને 2 ICU ઓન વ્હીલ્સ અને 2 મોબાઈલ લેબોરેટરીની સુવિધા શુક્રવારથી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો -કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મતવિસ્તારના લોકો માટે 10 કરોડના ખર્ચે આરોગ્ય સુવિધાઓ કરી ઉભી

ગાંધીનગર અને અમદાવાદને શું મળ્યું?

અમદાવાદના 160, ગાંધીનગરના 100 ગામડાઓ અને, 4 નગરપાલિકા વિસ્તારની જનતાને રાહત થશે, તેવું જણાવવામાં આવ્યું હતું. ગાંધીનગર વિસ્તારની પ્રજાને 1 એમ્બ્યુલન્સ વાન, 1 મોબાઈલ ટેસ્ટિંગ વાન અને 1 ICU ઓન વ્હીલ્સની સુવિધાનો લાભ મળશે. જ્યારે અમદાવાદને 6 એમ્બ્યુલન્સ વાનનો લાભ મળશે. આ ઉપરાંત અમદાવાદ સોલા સિવિલ ખાતે આંખના રોગોના નિદાન માટે ફેકો મશીન અને સાણંદ તથા બાવળા વિસ્તારમાં એક-એક મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી વાન ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો -કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સૈનિકોની શહાદત પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું, - રાષ્ટ્ર બલિદાનને ભૂલશે નહીં

સોલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી

કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રજાને તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સુગમતા રહે તે માટે બાવળા, સાણંદ, નાનોદરા, વિરોચનનગર, સનાથલ, સરઢવ અને સોલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ICU ઓન વ્હીલ્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details