અમદાવાદ :નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આજ લોકસભા ચૂંટણી પહેલા પોતાની સરકારનું અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ દરેક વર્ગને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ બજેટમાં આવનારા 25 વર્ષનું વિઝન સ્પષ્ટપણે જોવા મળ્યા લાગી રહ્યું છે. આ બજેટમાં આવતી વસ્તુ પર નહીં પરંતુ નિકાસ ઉપર વધારે ભાર આપવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું હોવાની વાતો સામે આવી છે.
આ પણ વાંચો :Budget 2023 : લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખાસ ફંડિગ, હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું
સરકારનો આ બજેટ યોગ્ય :સોલાર એસોશિયેએશન જનરલ સેક્રેટરી સચિન શાહ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું આ બજેટ ખૂબ જ સારું બજેટ છે. વેપારી દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા હતા. તે સૂચનો ધ્યાનમાં લેવામાં આવ્યા છે તેવું પણ લાગી રહ્યું છે. જેથી એક વેપારી વર્ગ માટે સારું બજેટ કહી શકાય છે. નાના ઉદ્યોગો માટે કન્સક્શન ચાર્જ જે 50 લાખથી વધારીને 75 લાખ અને 2 કરોડથી વધારીને 3 કરોડ કરવામાં આવી છે.