જેની સામે 1.50 લાખ ફોર્મ માન્ય રાખ્યા હોવાની વિગતો જણાવી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને આ માહિતીને એફિડેવિટ સ્વરૂપે રજૂ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી શુક્રવારના રોજ હાથ ધરવામાં આવશે.
RTE હેઠળ શાળામાં ઓનલાઇન ફોર્મ ભરવાની વધુ સુનાવણી શુક્રવારે હાથ ધરાશે - Gujarati News
અમદાવાદઃ RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટે ઓન-લાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા મુદ્દે વધુ પ્રચાર પ્રસારની માંગ કરતી અરજી મુદ્દે બુધવારે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી મૌખિક જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગે ચાલુ વર્ષે RTE હેઠળ કુલ 1.70 લાખ બેઠકો છે.
આ મામલે વાતચીત કરતા અરજદાર સંદીપ મુંજાસરાએ જણાવ્યું કે, પહેલી દ્રષ્ટિએ તો આ આંકડા પ્રમાણે 33 હજાર બાળકો પ્રવેશથી વંચિત રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રથમ રાઉન્ડમાં 1.70 લાખ સીટ ભરાશે નહીં અને લગભગ 70થી હજાર જેટલી બેઠકો જ ભરાશે. જેથી રાજ્ય સરકાર દ્વારા કઈ રીતે ફોર્મ ભરવું અને ખાસ કરીને શાળાની ચોઇઝ ફીલિંગ કઈ રીતે કરવામાં આવે છે એ અંગે સમાચાર પત્રો અને ટીવીના માધ્યમથી વધુ પ્રચાર-પ્રસાર કરે જેથી મોટી સંખ્યામાં બાળકો પ્રવેશ લઈ શકે.
જેથી રાજ્ય સરકારે આ અંગે સમાચારપત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમગ્ર માહિતી લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. RTE હેઠળ બાળકોને શાળા અને એમાં પ્રવેશ કઈ રીતે ફાળવવામાં આવે છે એ અંગેની તમામ પ્રકિયા રાજ્ય સરકાર હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. ગત વર્ષ 2018-19માં આશરે 33 હજાર જેટલા બાળકો RTE હેઠળ પ્રવેશથી વંચિત રહ્યા હતા.