ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત અપાયુ જરૂરિયાત મંદ લોકોને રાશન - Distribution of cereals for ration card holders

કોરોના વાઈરસના કારણે સમગ્ર ગુજરાત લોકડાઉન હોવાથી ગરીબ લોકોને અનાજનો પુરવઠો મળી રહે તે માટે તમામ રેશનકાર્ડ ધારકો માટે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

અમદાવાદ અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત અપાયુ જરૂરિયાત મંદ લોકોને રાશન
અમદાવાદ અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત અપાયુ જરૂરિયાત મંદ લોકોને રાશન

By

Published : Apr 6, 2020, 11:00 PM IST

અમદાવાદઃ કોરોના વાઈરસના કારણે સમગ્ર ગુજરાત લોકડાઉન હોવાથી ગરીબ લોકોને અનાજનો પુરવઠો મળી રહે તે માટે તમામ રેશનકાર્ડ ધારકો માટે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આમ છતાંય કેટલાક લોકો જરૂરિયાત મંદ હોવા છતાં તેમની પાસે રેશનકાર્ડ ન હોવાથી તેમને અનાજનો પુરવઠો મળી શકતો ન હતો. આવા પરપ્રાંતીય લોકો કે જેમની પાસે રેશનકાર્ડ નથી, ઘર વિહોણા છે અને ગુજરાતમાં મજૂરી કરીને જીવે છે.

તેવા લોકોને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત સરકાર દ્વારા અનાજ આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. આવા લોકોને ઓળખવાનું અને તેની યાદી તૈયાર કરવાનું કાર્ય ગુજરાત સરકારે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને આપ્યું હતું. જે તેમને 3 દિવસની અંદર તૈયાર કર્યું હતું અને આવા વંચિત લોકોને અનાજ વિતરણ શરૂ કરાયું હતું.


ABOUT THE AUTHOR

...view details