અમદાવાદમાં ટેક્સ્ટાઈલ હેરિટેજ જાળવી રાખવા ઉમંગ હઠીસીંગે નવો સ્ટોર લોન્ચ કર્યો - વર્લ્ડ હેરિટેજ સિટી
અમદાવાદઃ યુનેસ્કોએ વર્ષો જૂના ઐતિહાસીક કોટ વિસ્તારના અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો તાજ પહેરાવ્યો છે. ત્યારે અમદાવાદમાં ટેક્ષ્ટાઈલ હેરિટેજ જોવા માટે લોકો મ્યુઝિયમ જતા હોય છે. પરંતુ જ્યારે તેમને તેમાંથી કંઈ ખરીદવું હોય તો એના ઓપ્શન ખૂબ જ ઓછા હોય છે. ઉમંગ હઠીસિંગ જે જાણીતા ડિઝાઈનર છે, તેમણે આ ટ્રેડિશન લોકો સુધી પહોંચે તે માટે સ્ટોર ખુલ્લો મુક્યો છે.
દુનિયાભરમાંથી હેરિટેજ સિટીને જોવા માટે લોકો આવતા હોય છે. હવે જ્યારે અમદાવાદ શહેરને આ દરજ્જો મળી ચૂક્યો છે. આ દરમિયાન લોકો અમદાવાદનું એક સ્ટાઈલ કલ્ચર છે એ જોવાનું પણ અને ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે. ઉમંગ હઠીસિંગ જે જાણીતા ડિઝાઈનર છે. તેમણે ટ્રેડિશનલ ક્રાફ્ટ મેન શીપને આગળ વધારવા તેમજ બાંધણી પટોળા મશરૂમ કામને લોકો સુધી પહોંચાડવા ટ્રેડિશનલ કાપડમાંથી બનાવેલ રોયલ કલેક્શનનું નવું સ્ટોર લોન્ચ કર્યો છે. હઠીસિંગે વર્લ્ડના અનેક કન્ટ્રીઝ મ્યુઝિયમમાં એમનું કલેક્શન કર્યું છે અને તેના પાછળ તેમનો હેતુ એ જ હોય છે, કે ભારતનો વારસો દુનિયા સુધી પહોંચે અને ભારતનો ટ્રેડિશન અને કલ્ચર દેશ-વિદેશના લોકોને ખબર પડે.