અમદાવાદ:ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી G-20 અંતર્ગત બેઠકો યોજાઈ રહી છે. હાલ બે દિવસ U-20 અંતર્ગત મેયર પરિષદ યોજાઈ છે. અમદાવાદ મહાનગર પાલિકાના અધ્યક્ષપદે યોજાયેલી ‘મેયર પરિષદ’માં સહભાગી થવા દેશ-વિદેશમાંથી મહેમાનો અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ વિમાની મથકે તેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું.
U20 Summit: દેશ-વિદેશના ડેલિગેટ્સે ગાંધી આશ્રમની મુલાકાત લીધી પરંપરાગત સ્વાગત કરાયુંઃ અમદાવાદ વિમાની મથકે રાજ્ય તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વાગત કક્ષ બનાવીને મહેમાનોનું રાસ-ગરબા-કંકુ-તિલક્થી પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. વિમાની મથકે આ ભવ્ય સ્વાગતથી મહેમાનો અત્યંત પ્રભાવિત થયા હતા. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ. થેન્નારસન, ગાંધી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ અને ડાયરેક્ટર અતુલભાઇ પંડ્યા તેમજ શાળાની બાળાઓ દ્વારા સુતરની આંટી પહેરાવીને G20 અને U20 સમિટ અંતર્ગત અમદાવાદ પધારેલા વિવિધ રાષ્ટ્રના મેયરો તથા પ્રતિનિધિઓનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પુષ્પાજંલી આપીઃG20 રાષ્ટ્ર સમૂહના મેયરો તેમજ પ્રતિનિધિઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. હૃદયકુંજના વિવિધ ખંડોની મુલાકાત લઈને પ્રતિનિધિઓએ ચરખા પર કાંતણ પણ કર્યું હતું. બ્રાઝિલના રિઓ-ડી-જાનેરો સિટીમાંથી આવેલા લુકાસ અને પ્રેડો સ્પેડેલ તેમના સ્વાગત બાદ કહે છે કે, અમદાવાદ એરપોર્ટ પર જે પ્રકારનું પરંપરાગત રીતે અમારું સ્વાગત થયું એ બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. એરપોર્ટ પર કલ્ચરલ પરફોર્મન્સ તેમજ હોસ્પિટાલિટીથી અમે ખૂબ અભિભૂત પણ થયા છીએ.
U20 Summit: દેશ-વિદેશના ડેલિગેટ્સે ગાંધી આશ્રમની મુલાકાત લીધી જાપાની નાગરિકનો અપીલઃજાપાનના ટોકિયા શહેરમાંથી આવેલા યુસુક ટકાશી અને મિરોન જાકીએ કહે છે કે, અમદાવાદમાં અમારું જે પ્રકારનું સ્વાગત થયું છે. એ અમારા માટે એક યાદગાર સ્વાગત રહેશે. અમને એરપોર્ટ પર ચાનો ટેસ્ટ ખરેબર અદભુત લાગ્યો. અમારું આ પ્રકારનું સ્વાગત કરવા બદલ અમે સરકારનો આભાર વ્યકત કરીએ છીએ. જ્યારે યુરોપિયન કન્ટ્રી મોલડોવામાંથી આવેલા અમ્બ્રોર્ટ કહે છે કે, અમે પ્રથમ વખત ભારતમાં આવ્યા છે.
U20 Summit: દેશ-વિદેશના ડેલિગેટ્સે ગાંધી આશ્રમની મુલાકાત લીધી કલ્ચર જોઈને આનંદઃ અમારું ભારતમાં જે પ્રકારનું સ્વાગત થયું એ ખરેખર અદભુત હતું. ગુજરાતી કલ્ચર જોઇને અમને આનંદ થયો છે અને ગુજરાતની સાંસ્કૃતિક ઘરોબહર સમુદ્ધ છે. યુકેના લંડન શહેરમાંથી આવેલા અનિતાજીએ કહ્યું કે, હું સમગ્ર આયોજનને લઇને ૫ સ્ટાર રેટિંગ આપું છું. અમે સમગ્ર આયોજનને લઇને ખુશ છીએ.
- U20 Summit: સમિટમાં પધારેલા દેશ-વિદેશના ડેલીગેટ્સે 'હેરિટેજ વોક' દ્વારા ઐતિહાસિક વારસો નિહાળ્યો
- G20 in Ahmedabad : અટલ બ્રિજ સહિતના અમદાવાદના ફરવાલાયક સ્થળો આ તારીખે રહેશે બંધ