મુખ્યપ્રધાને જણાવ્યું કે ગુજરાત આંગણે U20 આયોજન એ સૌભાગ્યની વાત છે અમદાવાદ : અમદાવાદ ખાતે આજથી બે દિવસીય U20 બેઠક શરુ થઇ છે. અમદાવાદ U20 બેઠકના પ્રથમ દિવસે અર્બન, ક્લાઇમેન્ટ ચેન્જ, અર્બન નીતિ જેવી વિવિધ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે સાંજના સમયે વિદેશી ડેલિગેટ્સને અમદાવાદના ફરવાલાયક સ્થળોની મુલાકાતે લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓ શહેરની શોભા નિહાળી પોતાના કેમેરામાં સુંદર દ્રશ્યો કેદ કરતાં જોવા મળતાં હતાં. વિદેશી મહેમાનોએ અડાલજની વાવ, ગાંધી આશ્રમ, અને અટલ બ્રિજની મુલાકાત લીધી હતી અને તેનું ઐતિહાસિક મહત્ત્વ જોયુંજાણ્યું હતું.
વિદેશી મહેમાનોને શહેરની સફર પણ કરાવવામાં આવી 35 દેશના શેરપા આ બેઠકમાં જોડાયા : અમદાવાદમાં આજથી U20 શેરપા ઇન્સેપ્શન બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભારત G20ના શેરપા અમિતાભ કાન્ત કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના વિભાગના સચિવ મનોજ જોશી મુખ્ય સચિવ મુકેશ કુમાર અમદાવાદ પરમાર તેમજ વિવિઘ 35 દેશના શેરપા આ બેઠકમાં જોડાયા છે. આ U20ની થીમ એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય રાખવામાં આવી છે.
આ પણ વાંચો U20 Ahmedabad : ''એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય'' થીમ પર યોજાશે U20, 35થી વધુ શેરપાઓની ભાગીદારી
ગુજરાત આંગણે U20 આયોજન એ સૌભાગ્યની વાત છે : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ બેઠકમાં 35 થી વધુ દેશોના પ્રતિનિધીઓ જોડાયા છે. દુનિયાભરમાં શહેરીકરણમાં વધારો થઈ રહ્યો છે. દરેક દેશોમાં શહેરોમાં સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઊભી રહ્યા છે ત્યારે શહેરોના ટકાઉ વિકાસની તકો ખોજવા માટે U20 માટે મોટો અવસર છે. ત્યારે તેમણે હડપ્પા મોહે જો દડો અને સિંધુ સભ્યતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આંગણે સભ્યતા વિકસાવવી સૌભાગ્યની વાત છે. આધુનિક ટેકનોલોજી સાથે સમન્વય સાદી લોકોને સારી સુવિધા મળે તે તે દિશામાં કામ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો G20 in Ahmedabad : અટલ બ્રિજ સહિતના અમદાવાદના ફરવાલાયક સ્થળો આ તારીખે રહેશે બંધ
કયા મુદ્દે ચર્ચા થઈ :U20ના પ્રથમ દિવસે અર્બન, ક્લાઇમેન્ટ ચેન્જ, અર્બન નીતિ જેવી વિવિધ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી અને અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ દ્વારા પોતાનું પ્રેઝન્ટેશન પણ દર્શાવવામાં આવ્યું હતું. પ્રેઝન્ટેશન બાદ થોડીક ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ભારતના અર્બન શહેરના જે કંઈ હેરિટેજ છે. દેશની અંદર જે હેરિટેજ અને કલ્ચર છે તે પણ અન્ય દેશોમાં કઇ રીતે જશે આવા વિવિધ મુદ્દાઓ પર આજે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલ ખાતે મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
અટલબ્રિજને સુંદર રોશનીથી શણગારાયો છે અડાલજની વાવ અને ગાંધી આશ્રમની મુલાકાત કરી :આજ સવારે યુ20ની બેઠક મળ્યા બાદ તમામ દેશોના શેરપા અડાલજની વાવની મુલાકાત લીધી હતી અને તેના વિશે જાણકારી મેળવી હતી ત્યારબાદ સાબરમતી નદી કિનારે આવેલ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. સાંજે સાબરમતી નદી પર બનાવવામાં આવેલ ભારતના પહેલો અટલ ફૂટવે બ્રિજને મુલાકાત લીધી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ ઇવેન્ટ સેન્ટર પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાલા ડીનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનર પહેલા 45 મિનિટ ભારતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
વિદેશી મહેમાનો પોતાના કેમેરામાં તસવીરો લેતાં નજરે પડ્યાં હતાં આવતીકાલના કાર્યક્ર્મ :આવતીકાલે કાર્યક્રમની વાત કરવામાં આવે તો સવારમાં એ રીતે જ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બીજા દિવસની U20 બેઠક મળશે. આ બેઠકમાં અલગ અલગ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને આવતીકાલે રિવરફન્ટની પણ મુલાકાત લે તેવી શક્યતા જોવા મળી રહી છે. સાંજે કાંકરિયા લેક ખાતે આવેલ નગીનાવાડીમાં અમદાવાદના મેયર દ્વારા ફેરવેલ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.