ગુજરાત

gujarat

ETV Bharat / state

U N Mehta Hospital Survey : યુ એન મહેતા હોસ્પિટલમાં ઓટોપ્સી સેન્ટર ખરું પણ મંજૂરી નથી, હાર્ટએટેક અને વેકસીનને લઇ ડૉક્ટર્સ ટીમના તારણ - નિષ્ણાત ડોક્ટરોના અભ્યાસ

કેટલાક સમયથી નાની વયમાં હાર્ટ એટેકથી મૃત્યુના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેક પર સ્ટડી સર્વે કરવા સરકારે વિશેષ ડૉક્ટર્સ ટીમ બનાવી હતી. જેમાં જાણીતી હોસ્પિટલોના નિષ્ણાત ડોક્ટરોના અભ્યાસમાં જે તથ્ય સામે આવ્યાં તેને લઇને માહિતી સાર્વજનિક કરવામાં આવી છે.

U N Mehta Hospital Survey : યુ એન મહેતા હોસ્પિટલમાં ઓટોપ્સી સેન્ટર ખરું પણ મંજૂરી નથી, હાર્ટએટેક અને વેકસીનને લઇ ડૉક્ટર્સ ટીમના તારણ
U N Mehta Hospital Survey : યુ એન મહેતા હોસ્પિટલમાં ઓટોપ્સી સેન્ટર ખરું પણ મંજૂરી નથી, હાર્ટએટેક અને વેકસીનને લઇ ડૉક્ટર્સ ટીમના તારણ

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2023, 4:21 PM IST

માહિતી સાર્વજનિક કરવામાં આવી

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો છે અને હાર્ટ અટેકથી મૃત્યુના પણ કિસ્સા સામે આવ્યા છે. ત્યારે રાજ્ય સરકારે હાર્ટ એટેક પર સંશોધન માટે ખાસ ડૉક્ટર્સ ટીમ તૈયાર કરી હતી અને હાર્ટ એટેક બાબતે રિસર્ચ કરવાની સૂચના પણ આપી હતી. પાંચ નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા હાર્ટ એટેકના આંકડા પર જ તે રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં હાર્ટ એટેકના કિસ્સામાં કોઈ જ પ્રકારનો વધારો થયો ન હોવાનું જાહેરાત સ્પેશિયલ ડોક્ટર ટીમ્સ દ્વારા કરવામાં આવી હતી.

:આ ઉપરાંત હાર્ટ એટેક આવવાના કેસીસમાં કોરોના અને કોરોનાની રસીને કોઈ જ સંબંધ ન હોવાનું નિવેદન પણ સરકારે રચેલ ડોક્ટર પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આ પેનલમાં યુ એન મહેેતા હોસ્પિટલના નિયામક ડોક્ટર ચિરાગ દોશી સિમ્સ હોસ્પિટલના ડોક્ટર મિલન હોસ્પિટલના ડોક્ટર ભાવેશ રોય અને સ્ટર્લીંગ હોસ્પિટલના રસેસ પોથીવાલા હાજર હતાં.

ગુજરાતમાં ઓટોપ્સી મંજૂરી નહીં : હાર્ટ અટેકના કિસ્સા જે રીતે સામે આવી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને આઈસીએમઆર દ્વારા ઓટોપ્સી કરવામાં આવી રહી છે અને હાલ દિલ્હી ખાતે કુલ 75 જેટલી ડેડબોડીમાં ઓટોપ્સીથઈ છે. ત્યારે etv ભારતે ગુજરાત સરકારના અધિકારી એવા ડોક્ટર દીક્ષિતને ગુજરાતમાં ઓટોપ્સી થાય છે કે નહીં તે સવાલ ઊભો કર્યો હતો કારણકે અમદાવાદના મેડિસિટીમાં આવેલ યુ એન મહેતા હોસ્પિટલ એશિયાની મોટામાં મોટી હાર્ટ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે. ત્યારે આના પ્રત્યુતરમાં ડોક્ટર દીક્ષિતે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં હાલમાં કોઈ ઓટોપ્સી થતી નથી. જ્યારે કેન્દ્ર સરકારે ફક્ત દસ જ કેન્દ્રને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે ઓટોપ્સી થવાથી હાર્ટ એટેકનું અને મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવે છે. ત્યારે ગુજરાતમાં આ સિસ્ટમ જ ચાલુ નથી. ઉપરાંત યુએન મહેતા હોસ્પિટલમાં ઓટોપ્સી સેન્ટર પણ છે, છતાં ઓટોપ્સી થઈ શકતી નથી.

ભારત હાર્ટ એટેકમાં પ્રથમ સ્થાને : રાજ્ય સરકાર દ્વારા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બનાવવામાં આવેલ પેનલમાં યુએન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર ચિરાગ દોશીએ નિવેદન આપ્યું હતું કે હાર્ટ એટેકના કિસ્સામાં કોવિડના લીધે કોઈ જ પ્રકારનો વધારો કે ઘટાડો થયો નથી. જ્યારે કોરોના પહેલા પણ હાર્ટ એટેકના કિસ્સા 10 ટકા જેટલા નોધાતા હતા અને હવે કોરોના પછી પણ 10થી 11 ટકા જેટલા જ કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. જ્યારે હાલમાં સમગ્ર વિશ્વમાં ભારત એ હાર્ટ એટેકમાં પ્રથમ સ્થાને છે અને એના મુખ્ય કારણની વાત કરવામાં આવે તો ભારત દેશના લોકોની જે જિનેટિક છે એ જ જવાબદાર છે, એમ આપણે કોઈ જ ફેરફાર ન કરી શકીએ.

કયા કારણોસર હાર્ટ એટેક આવી શકે છે ? : યુએન મહેતાના ડાયરેક્ટર ચિરાગ દોશીએ નિવેદન આપ્યું હતું કે હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ એ બંને અલગ અલગ વસ્તુ છે. હાર્ટ એટેક આવવાના કારણો પણ અલગ અલગ છે. જ્યારે તેના કારણો બાબતે વાત કરવામાં આવે તો તે ફેમિલીમાં જીનેટીક રોગ હોય તો આવી શકે છે. આ ઉપરાંત હાયપરટેન્શન ડાયાબિટીસ. સ્મોકિંગ અને તમાકુનું સેવન તથા હાર્ટ એટેક માટે ખૂબ મહત્વના કારણો છે. હાર્ટ એટેકથી બચવા માટે તમામ લોકોએ દિવસમાં ઓછું ઓછું 11 કિલોમીટર અથવા તો 45 થી 50 મિનિટ સુધી ચાલવું જોઈએ. આ ઉપરાંત જો તમને કોઈપણ પ્રકારની બીમારી હોય તો તેનું સમય અનુસાર સ્ક્રિનિંગ પણ કરાવવું જોઈએ.

5 વર્ષના ડેટા સાથે રિસર્ચ કરવામાં આવ્યું :રાજ્ય સરકારની સૂચના મુજબ પાંચ જેટલા સ્પેશિયલ ડોક્ટરોએ રિસર્ચ હાથ ધર્યું હતું. જેમાં પાંચ વર્ષ અને 9 મહિનાના ડેટામાં આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું .છે જ્યારે વર્ષ 2020 એટલે કે કોરોના પહેલા પણ આઠથી 11 ટકા દર્દીઓ કે જેને 40થી ઓછી ઉંમરના હતા તેઓને હાર્ટ એટેક આવ્યા હતા. ત્યારે કોબીડ પછી પણ આમાં કોઈ જ પ્રકારનો ખાસો વધારો જોવા મળ્યો નથી. આ ઉપરાંત કોલોનાના સમયગાળા દરમિયાન હાર્ટ એટેકના કિસ્સા જોવા મળ્યા હતા જે ફક્ત શોર્ટ ટર્મ માટેના હતા.લોંગ ટર્મમાં કોરોનાની કોઈ જ પ્રકારની અસર જોવા મળતી નથી. એટલે કે જે વ્યક્તિને કોરોના થયો હતો તેવા વ્યક્તિઓને એક વર્ષ સુધી જ અસર રહે છે.

અમદાવાદમાં રોજના 100 લોકોને આવે છે હાર્ટ એટેક ઝાયડસ હોસ્પિટલના કારડીયા ડોક્ટર ભાવેશએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે દર વર્ષે એટલે કે વર્ષના 365 દિવસમાં અમદાવાદમાં 100 જેટલા હાર્ટ એટેકથી મોત નીપજે છે જ્યારે 40 ટકા લોકો ઇનએક્ટિવ અને 20 ટકા લોકો માઈન્ડલી ઇનએક્ટિવ છે, આમ દર વર્ષે 1000 વ્યક્તિએ 5.6 ટકા લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ થાય છે અને આ બધા જ રોગમાં જો સમયસર સીપીઆર આપવામાં આવે અને સતત સીપીઆર આપવામાં આવે તો જ રોકી શકાય છે.

હાર્ટ એટેકમાં આજની લાઈફ સ્ટાઇલ જવાબદાર : ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર ભાવેશે વધુમાં નિવેદન આપ્યું હતું કે હાર્ટ એટેકના કિસ્સા જે રીતે સામે આવી રહ્યા છે તેમાં યુવાનો ચિંતિત છે અને યુવાનોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે અમે યુવાઓને સમજાવીએ છીએ કે આજની લાઈફ સ્ટાઇલ તમારે બદલવી જોઈએ. આજની લાઈફ સ્ટાઇલ જ હાર્ટ એટેકના કિસ્સામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. જેમાં 40 ટકા લોકો ઇન એક્ટિવ છે અને 20 ટકા લોકો મગજથી ઇનએક્ટિવ છે. આમ હાલમાં દરેક ત્રીજો વ્યક્તિ ઓબેસિટીથી પીડાઈ રહ્યો છે અને 40 ટકા લોકો તમાકુ અને સ્મોકિંગ કરે છે. આમ તમાકુનું સેવન પણ હાર્ટ એટેક માટે ખૂબ જ મહત્વનું કારણ છે. એના કારણે જ હાર્ટની નળીઓમાં બ્લોક થઈ જવાથી હાર્ટ એટેકની ઘટના બને છે. જ્યારે જંક ફૂડના કારણે પણ હાર્ટ એટેકના કિસ્સા જોવા મળી રહ્યા છે.

નાના બાળકો યુવાનોમાં હાર્ટ બાબતે ફેમેલી હિસ્ટ્રી ચેક કરવી જોઈએ : ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસથી નાના બાળકોમાં પણ હાર્ટ એટેકના કિસ્સા સામે આવ્યા હતાં. જ્યારે 40 વર્ષથી ઓછી વયના યુવાનોમાં પણ હાર્ટ અટેકના કિસ્સા સામે આવ્યા છે અને તેઓનું મૃત્યુ થયું છે. ત્યારે આ બાબતે પણ ડોક્ટર પેનલે નિવેદન આપ્યું હતું કે નાના બાળકોમાં અને યુવાનોમાં નાની ઉંમરે જે હાર્ટ એટેકના કિસ્સાઓ અથવા તો કિસ્સાઓ જે સામે આવ્યા છે તેમાં તેમના પરિવારની હિસ્ટ્રી પણ ચેક કરવી જોઈએ જ્યારે આ રોગ પણ એ જિનેટિક રોગ છે.

  1. Reason behind heart attack : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાર્ટએટેક પાછળ કોવિડને જવાબદાર ગણાવ્યો, આ સર્વેમાં થયો ખુલાસો...
  2. Heart Attack : જામનગરના 13 વર્ષના ઓમનું હાર્ટ એટેકથી મોત, મુંબઇમાં યોગના ક્લાસ સમયે ઢળી પડ્યો
  3. Gandhinagar News : જીવન શૈલી નહીં સુધારશો તો કેન્સર અને હાર્ટ એટેક ના રોગી થશો : આયુર્વેદ પ્રોફેસર

ABOUT THE AUTHOR

...view details