અમદાવાદઃ જિલ્લામાં ધંધુકા તાલુકાના રંગપુર ગામે ભાદર નદીના ચેકડેમમાં નાહવા પડતાં બે યુવકો તણાયા હતા. રંગપુર ગામે રવિવારેના રોજ 3.00 વાગ્યાના સુમારે ચેક ડેમમાં ત્રણ યુવકો નાહવા ગયા હતા, જેમાં ત્રણેય યુવાનો પાણીના વમળમાં ફસાયા હતા, ત્યારે ગામલોકોએ તેમાંથી એક યુવકને બચાવી લીધો હતો, જ્યારે અન્ય બે યુવકો પાણીના વહેણમાં તણાયા હતા.
અમદાવાદઃ ધંધુકા તાલુકાના રંગપુર ગામે ભાદર નદીના ચેકડેમમાં નાહવા પડેલા બે યુવકો તણાયા - Rangpur village
અમદાવાદ જિલ્લામાં ધંધુકા તાલુકાના રંગપુર ગામે ભાદર નદીના ચેકડેમમાં નાહવા પડતાં બે યુવકો તણાયા હતા. રંગપુર ગામે રવિવારેના રોજ 3.00 વાગ્યાના સુમારે ચેક ડેમમાં ત્રણ યુવકો નાહવા ગયા હતા, જેમાં ત્રણેય યુવાનો પાણીના વમળમાં ફસાયા હતા, ત્યારે ગામલોકોએ તેમાંથી એક યુવકને બચાવી લીધો હતો, જ્યારે અન્ય બે યુવકો પાણીના વહેણમાં તણાયા હતા.
રંગપુર ગામના સરપંચે આ ઘટનાની જાણ ધંધુકા મામલતદાર, ટી.ડી.ઓ તેમજ ધંધુકા પી.આઈને કરતાં ત્રણેય વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા, ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી આ યુવકોની તપાસ હાથ ધરાઇ હતી, જો કે યુવકોના મૃતદેહો મળી આવ્યા ન હતા. જેથી અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે સોમવારે સવારે ઘટના સ્થળે તપાસ હાથ ધરી બંને મૃતદેહોને શોધી કાઢ્યા હતા. બંને મૃતદેહોને રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા. આ ઘટનાને લઇ ધંધુકા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધંધુકા તાલુકાના રંગપુર ગામે બનેલી આ ઘટનામાં બે યુવકોના મોત થયા હતા, જેથી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.