ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: અમદાવાદના નારોલમાંથી બે વ્યાજખોર ઝડપાયા, 11 સામે ફરિયાદ નોંધાઈ - Ahmedabad Police

અમદાવાદના નારોલમાં ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી કરોડોના વ્યાજની પઠાણી ઉઘરાણી કેસમાં EOWએ વધુ 2 આરોપીની કરી ધરપકડ.. મિત્ર પાસેથી પૈસા પડાવવા અને વ્યાજખોર પાસેથી કમિશનની લાલચમાં આરોપીએ વેપારીને વ્યાજખોરના ચુગલમાં ફસાવ્યો હોવાનો થયો ઘટસ્ફોટ.

Ahmedabad Crime: અમદાવાદના નારોલમાંથી બે વ્યાજખોર ઝડપાયા, 11 સામે ફરિયાદ નોંધાઈ
Ahmedabad Crime: અમદાવાદના નારોલમાંથી બે વ્યાજખોર ઝડપાયા, 11 સામે ફરિયાદ નોંધાઈ

By

Published : Jul 8, 2023, 1:37 PM IST

અમદાવાદના નારોલમાંથી બે વ્યાજખોર ઝડપાયા, 11 સામે ફરિયાદ નોંધાઈ

અમદાવાદ:અમદાવાદમાં નારોલ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વેપારી કમલ ડોગરાને વ્યાજખોરના ચૂંગલમાં ફસાવનાર મિત્ર ફાલ્ગુન મહેતા અને રઘુવીરસિંહ ચંદ્રાવંશીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. આરોપી ફરિયાદ બાદ દ્વારકા, ગીર, મુંબઈ અને બેગલોર નાસતો ફરતો હતો. EOWએ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો છે. આ કેસમાં કુલ 11 વ્યક્તિઓ સામે ફરિયાદ થયેલી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ: વેપારી કમલ ડોગરાને કોરોના સમયમાં ધંધામા નુકસાન થતા મિત્ર ફાલ્ગુન મહેતાનો સંપર્ક કર્યો હતો. ફાલ્ગુન મહેતા એ વ્યાજે રૂપિયાનુ આપવાનું કહીને વ્યાજખોર ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ સાથે પરિચય કરાવ્યો અને તમામ લોકોએ તેમના અલગઅલગ બેન્ક એકાઉન્ટમાંથી વેપારી કમલભાઈની અલગઅલગ કંપનીઓના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વેપારીને વ્યાજખોરોએ 7.71 કરોડથી વધુની રકમ 9 ટકા વ્યાજે આપવાનું પણ નક્કી કર્યું હતું.

મિલકત પડાવતા:જોકે વેપારીને આપેલી રકમ બેંકના માધ્યમથી આપવામાં આવી હતી. જે વેપારીએ સાડા સાત કરોડ ની સામે 11 કરોડ જેટલી રકમ બેન્કનાં માધ્યમથી પરત કરી દીધી હતી. તેમ છતા ફાલ્ગુન મહેતા અને ધર્મશે પટેલ વેપારીની ઓફિસથી બેંકની ચેકબુક, 7 કરોડની લીમ્બોર્ગી કાર, અને 1 કરોડની મર્સિડિઝ અને ફોરચ્યુંનર કાર પડાવી હતી. આરોપી ફાલ્ગુન મહેતા વેપારીના પરિવાર નું અપહરણની ધમકી આપીને મિલકત પડાવતા વેપારીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

"પકડાયેલ આરોપી ફાલ્ગુન મહેતા મુખ્ય સૂત્રધાર છે. વેપારી કમલ ડોગરાનો મિત્ર હતો. પરંતુ પૈસાની લાલચમાં મિત્રમાંથી શત્રુ બન્યો. ફાલ્ગુન મહેતાએ 6થી વધુ વ્યાજખોર પાસેથી વેપારીને 9 ટકાના વ્યાજે પૈસા અપાવ્યા હતા. જેના વ્યાજમાં આરોપીને કમિશન પણ મળતું હતું. આરોપીએ લકઝરીયસ કાર પડાવ્યા બાદ વેપારીની મિલકત પર નજર હતી. વેપારીને બેંકોમાં મોર્ગેજ મિલકત પચાવવા અને પોતાની પત્નીના નામે મિલકત કરાવવા રજિસ્ટ્રાર ઓફિસમાંથી ટોકન લીધું અને વેપારીને વ્યાજના ખપ્પરમાં ફસાવીને પાયમાલ કરી દીધેલ હતા."-- મનોજ ચાવડા (ACP, EOW, અમદાવાદ )

દસ્તાવેજને લઈને તપાસ:અગાઉ નારોલ પોલીસે અગાઉ વ્યાજખોર ધર્મેશ પટેલ અને તેના પુત્ર પ્રેમ સહિત 8ની ધરપકડ કરી હતી. પરંતુ ફાલ્ગુન મહેતા ફરાર હતો. EOW ને તપાસ સોંપ્યા બાદ ફાલ્ગુન મહેતા, વિક્રમ ભરવાડ અને રઘુવીરસિંહ ચંદ્રાવંશીની ધરપકડ કરીને 11 આરોપીને ઝડપી લીધા છે. પરંતુ હજુ પણ વ્યાજના નેટવર્કમાં 7 આરોપીઓ વોન્ટેડ છે, જેની શોધખોળ શરૂ કરાઇ છે. આ ઉપરાંત વ્યાજખોર પાસેથી મળેલા દસ્તાવેજને લઈને તપાસ શરૂ કરી છે.

  1. Ahmedabad Crime News: કેન્દ્ર સરકારની નોકરી અપાવવાના નામે લાખોની ઠગાઈ, સ્કૂલના ક્લાર્ક સહિત અન્ય સામે ફરિયાદ
  2. Ahmedabad Crime News : માથાભારે ઠગથી સાવધાન, 10થી વધુ વેપારીઓ સાથે કરી કરોડોની ઠગાઈ

ABOUT THE AUTHOR

...view details