અમદાવાદના નારોલમાં અકસ્માત, બે જોડિયા ભાઇઓના મોત - accident news near narol
અમદાવાદ: શહેરના નારોલ ગામના ખોડિયાર મંદિર પાસે ઉભા રહેલા બે બાળકોને કચડી અજાણ્યો બાઈક ચાલક ફરાર થયો હતો. આ અકસ્માતમાં બે જોડિયા ભાઈઓ ઈજાગ્રસ્ત થયા હતા.
![અમદાવાદના નારોલમાં અકસ્માત, બે જોડિયા ભાઇઓના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4703898-thumbnail-3x2-ahmedabadaccidentnews.jpg)
અમદાવાદના નારોલમાં અકસ્માત
અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં બન્ને જોડિયા બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતાં. બાળકોના મોતના પગલે પરિવારમા માતમ છવાયો હતો. મહત્વનું છે કે, પોલીસે આ મામલે વધું કાર્યવાહી શરૂ કરી હતી.