પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા હીરાબા જવેલર્સની દુકાનમાં લૂંટ વિથ ફાયરીગની ઘટના બની હતી. જેમાં લૂંટ કરવા 2 બાઇક પર પાંચ શખ્સો આવ્યા હતા. જ્યારબાદ લૂંટ કરવા આવેલા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને કારણે સોની ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ સમગ્ર ઘટનાને પગલે ઓઢવ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ પોલીસે ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં એક દિવસમાં બે લૂંટના બનાવ - ahmedabad news today
અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં લૂંટ વિથ ફાયરીગની ઘટના બની હતી. તો બીજી તરફ શહેરના સરસપુર વિસ્તારમાં પણ લૂંટની ઘટના સામે આવી છે. ઓઢવ વિસ્તારની ઘટનામાં હીરાબા જવેલર્સ નામની દુકાનમાં ફાયરિંગ કરીને લૂંટ ચલાવાઈ હતી જ્યારબાદ સરસપુર વિસ્તારમાં થયેલી લૂંટમાં રસ્તે જઈ રહેલા વેપારી સાથે થઈ લૂંટ થઈ હતી.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં થઈ લૂંટ વિથ ફાયરીગની ઘટના
તો બીજી તરફ શહેરના સરસપુર વિસ્તારમાં લૂંટ નો બનાવ સામે આવ્યો છે. રસ્તે જઈ રહેલા વેપારી સાથે થઈ લૂંટ કરવામાં આવી હતી જેમાં ૪ વીટી અને ૪૦ હાજર રોકડાની વેપારી પાસેથી લૂંટ કરવામાં હતી.એક જ દિવસમાં બીજી લૂંટની ઘટના બનતા DCP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
Last Updated : Jan 9, 2020, 5:36 AM IST