ગુજરાત

gujarat

ETV Bharat / state

‘આઈક્રિએટ’ના બે સંશોધકોએ હવામાંના વાઈરસને નિષ્ક્રિય કરતું ‘સ્પેસ સેનિટાઈઝર’ વિક્સાવાયું - ગુજરાત સરકાર સપોર્ટેડ i create ટેકનોલોજીકલ

ગુજરાત સરકાર સપોર્ટેડ i create ટેકનોલોજીકલ સંસ્થાન ભારતમાં જરૂરી એવા લોક ઉપયોગી,રિ-યુઝેબલ અને સસ્તા ટેક્નોલોજીકલ ઈનોવેશન માટે જાણીતું છે. i Create (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી) અમદાવાદના દેવ ધોલેરા ખાતે 40 એકરના પરિસરમાં કાર્યરત છે. રાજ્ય સરકારના હસ્તક i create એક સ્વાયત્ત સંસ્થા છે. ભારતમાં શરુ થતા સ્ટાર્ટઅપને ઉદ્યોગ સાહસમાં રૂપાંતરિત કરવામાં સહાયરૂપ બને છે.હાલમાં, આઇક્રિએટ સંસ્થાએ ટૂંકા સમયગાળાના પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Space sanitizer
સ્પેસ સેનિટાઈઝર

By

Published : May 27, 2020, 9:00 PM IST

અમદાવાદ : આ સંસ્થા આઇ.આઇ.એમ, જીએમડીસી, પિરામલ જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલ છે.જે ગુજરાત અને દેશના ઇંનોવેટર્સને સંશોધનો કરવા માટે સતત રિસોર્સ અને માર્ગદર્શન પૂરું પાડે છે.અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા અનેક નવા સંશોધનો થઈ ચૂક્યા છે.પરંતુ અત્યારે કોરોના વાયરસના સમયમાં લોક ઉપયોગી અને કોરોના વાયરસનો નાશ કરી શકે તેવા સંશોધનો પર ધ્યાન આપી રહી છે.અહીંના જ એક યુવા સંશોધકને સ્પેસ સેનિટાઈઝર બનાવવામાં સફળતા મળી છે. મૂળ કાનપુરના નવીન અને આશિષે હવાથી કોવિડ-19 ને ફેલાતો અટકાવવા 'સ્પેસ સેનિટાઈઝર' બનાવ્યું છે.

‘આઈક્રિએટ’ના બે સંશોધકોએ હવામાંના વાયરસને નિષ્ક્રિય કરતું ‘સ્પેસ સેનિટાઈઝર’ વિક્સાવાયું.

આપણે જાણીએ છીએ તેમ કોરોના વાયરસનું હવામા રહેલા કણો અને ડ્રોપલેટ દ્વારા વહન થાય છે. જો ચેપના વિષાણુ હવામાં તરતા હોય તો ચેપ ઝડપથી ફેલાય છે, આ સંશોધનનો પાયો હવાના નેગેટીવ આયનો દ્વારા હવામાંના ડ્રોપલેટ તેમજ ધૂળ, પરાગ અને અન્ય પ્રદૂષણને નીચે ભોંયતળિયા પર લાવવાનો છે.

આ પ્રોજેક્ટના સંશોધકો આશિષ કનૌજીયાને ખ્યાલ હતો કે, વાયરસ પોતાને એક વ્યક્તિથી બીજામાં ટ્રાન્સમિટ કરવા માટે હવામાં રહેલા પ્રદૂષક તત્વોનો 'વાહન' તરીકે ઉપયોગ કરે છે. તેથી હવામાંથી તેને દૂર કરીને હવાને સાફ કરવા માટે નકારાત્મક એર આયનોનો ઉપયોગ કરી શકાય. જેથી તેમને ઓછા ખર્ચે નેગેટિવ આયન ફેલાવતો બલ્બ બનાવ્યો. આનો ઉપયોગ કરવો સરળ છે. જેથી સામાન્ય માણસ તેના રોજિંદા જીવનમાં ચેપથી સુરક્ષિત રહી શકે છે. ખૂબ જ મુશ્કેલ લોકડાઉન સમયગાળા દરમિયાન, નવનીત પાલ અને અંકિત શર્માએ આ પ્રોજેકટને પૂર્ણ કર્યો અને icreate એ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું.

12 ફૂટ બાય 15 ફુટ રૂમમાં આ ઉપકરણમાંથી એક ઉપકરણ એક કલાકમાં હવાને સાફ કરશે, તે 5 વોટથી ઓછી ઉર્જાનો વપરાશ કરે છે, તેથી તે 24 કલાક ચાલુ રાખી શકાય છે, જેનાથી રૂમ.આ રહેલા બધા લોકોને ચેપ લાગવાથી સુરક્ષિત રાખે છે. ડિવાઇસને ફક્ત બલ્બ સોકેટ અથવા દિવાલ સોકેટ (બીજું મોડેલ) માં પ્લગ કરી શકાય છે અને કોઈપણ જાતની આડઅસર વગર દિવસ દરમિયાન સતત સંચાલિત કરી શકાય છે. તેને જાળવણી અથવા રિફિલની જરૂર નથી. ભારતમાં અતિ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના સંદર્ભમાં આ ડિવાઈસ ઓફિસ, હોટેલ, સ્કૂલ, ઇન્ડસ્ટ્રીઝ તેમજ લોકોના ઘરોને વાયરસ મુક્ત બનાવવામાં ઉપયોગી થશે.

i-createના સી.ઈ.ઓ અનુપમ જલોટેએ જણાવ્યું છે કે, આ તેમના માટે એક ગર્વની વાત છે કે, સમયની માંગને પારખીને i createની ટીમે વસ્તુને જંતુમુક્ત કરતું એક અત્યાધુનિક ઉપકરણ વિકસાવ્યા બાદ હવામાના વાયરસને નાશ કરી શકે તેવું ઉપકરણ વિક્સાવ્યું છે. આશિષ કનૌજીયા અને નવનીત પાલે કેર સાયન્સનો ઉપયોગ કરીને લોકોપયોગી આ ઉપકરણ બનાવ્યું છે. તેમના મત પ્રમાણે આ એક ઉચ્ચ કક્ષાનું સંશોધન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપેક્ષાઓને i createના સ્ટાર્ટ-અપે પૂર્ણ કરી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ અમને આ કામમાં ખૂબ જ સહકાર આપ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સહયોગથી ‘આઈક્રિએટ’ને ટેક-ઇનોવેશન આધારિત સ્ટાર્ટ-અપ્સ માટેની ભારતની સૌથી મોટી સંસ્થા બનવામાં મદદ મળી છે.

ABOUT THE AUTHOR

...view details