ગુજરાત

gujarat

ETV Bharat / state

રાત્રે ઊંઘમાં સુતી હતી સગીરા અને નરાધમો બારીમાંથી ઉપર ચડ્યા અને... - શારીરિક ગુનાઓમાં વધારો

અમદાવાદ: મહિલા તથા સગીરાઓ પર શારીરિક ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદના એક વિસ્તારમાં એવી ઘટના બની હતી કે, એક સગીરા તેના ઘરે ઊંઘતી હતી, ત્યારે બે ઈસમો બારીમાંથી સ્પાઇડરમેનની જેમ આવ્યા અને લાકડીથી સગીરાને જગાડીને નીચે લઇ ગયા હતા. નીચે લઇ જઇ તેની સાથે બળજબરી કરવા લાગ્યા હતા. આ સમયે સગીરાની માતા જાગી ગઇ હતી અને બંને સગીરોનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે પોલીસને જાણ કરતા જ બંને ભાઇઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફાઇલ ફોટો

By

Published : Sep 14, 2019, 11:44 PM IST

Updated : Sep 15, 2019, 12:19 AM IST

મળતી માહિતી પ્રમાણે, પોલીસસ્ટેશન પાસે આવેલા એક આવાસમાં રહેતી 36 વર્ષની મહિલા પોતાના પરિવાર સાથે રાત્રે ઘરમાં ઊંઘતી હતી. આ દરમિયાન મોડી રાત્રે બ્લોકના પાઇપ પર ચડીને ઉપર આવ્યા હતા અને બે શખ્સોએ લાકડીથી સગીર પુત્રીને જગાડી હતી અને તેને નીચે લઈ ગયા હતા.

જે બાદમાં બંને ભાઈઓ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરવા લાગ્યા હતા. આ દરમિયાન સગીરાની માતા પણ જાગી ગઈ હતી અને માટે પુત્રી ઘરમાં મળી ન આવતા શોધખોળ શરૂ કરી હતી, આ સમયે જ તેની નજર બંને ભાઈઓ પર પડી હતી. માતાએ જોયું કે બંને તેની પુત્રી સાથે બળજબરી કરી રહ્યા હતા. મહિલાએ બુમો પાડતા બંને ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદમાં સગીરાએ માતાને કહ્યું કે, છેલ્લા છ મહિનાથી બંને ભાઇઓ તેને હેરાન કરતા હતા. સગીરાના ફોટો તેમના ફોનમાં હોવાનું કહીને બંને તેને હેરાન કરતા હતા. દીકરીની આવી વાત બાદ માતાએ પોલીસ સ્ટેશનમાં બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.

Last Updated : Sep 15, 2019, 12:19 AM IST

ABOUT THE AUTHOR

...view details