અમદાવાદમાં વિદેશી ગ્રાહકોની બેંકના ડેટા મેળવી પૈસા ઉપાડી લેતા, 2 ઈસમ ઝડપાયા - MSX-R
અમદાવાદ: વિદેશી ગ્રાહકોની બેંકનાં ડેટા મેળવી ડમી ATM કાર્ડ બનાવી ATM મશીનમાંથી વિદેશી ગ્રાહકોની રકમ ઉપાડી લેતા બે ઇસમની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. જેમની પાસેથી 381 ATM કાર્ડ તથા પીન કોડર મશીન મળી આવ્યા છે. બન્ને આરોપીઓનાં રિમાન્ડ મેળવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
![અમદાવાદમાં વિદેશી ગ્રાહકોની બેંકના ડેટા મેળવી પૈસા ઉપાડી લેતા, 2 ઈસમ ઝડપાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4352799-thumbnail-3x2-ahmedabad.jpg)
પોલીસે બાતમીના આધારે કમલનાથ અને રાજકુમાર નામના બે શખ્સોને એક જ નંબર વાળા 381 ડમી એટીએમ કાર્ડ 1,02,000 રોકડ રકમ અલગ અલગ કંપનીના ચાર મોબાઇલ ફોન, લેપટોપ ડુપ્લીકેટ, એટીએમ કાર્ડ બનાવવા માટેનું ઇનકોડર મશીન એમ કુલ 1,68,000ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, કમલનાથ બેંગલુરુનો તથા રાજકુમાર મૂળ રાજસ્થાનનો વતની છે. આરોપીઓએ MSX-R નામનું ઇનકોડર સ્વાઈપ મશીન, ડમી એટીએમ કાર્ડ તેમજ વિદેશી ગ્રાહકોનાં ખાતાઓની વિગત એક વ્યક્તિ પાસેથી મેળવી હતી. જે વિગતો પોતાનાં લેપટોપમાં સેવ કરીને ઇનકોડર સ્વાઈપ મશીન લેપટોપ સાથે કનેક્ટ કરી લેપટોપમાં ડાઉનલોડ કરી હતી.