ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપમાં ભંગાણ: કચ્છ અને મોરબીના બે નેતાઓએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો - ભારતીય જનતા પાર્ટી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા અનેક રાજકીય ફેરફાર જોવા મળી રહ્યા છે. નેતાઓ ઘર વાપસી કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં મોરબીના જયેશ કાલરીયા અને કચ્છના દેવેન્દ્રસિંહ અને રણુભા આજે ફરીથી કોંગ્રેસના (join hands with Congress) જોડાયા છે. આ પહેલા ઇન્દ્રનીલ રાજગુરુએ ઘર વાપસી કરી હતી.

ભાજપમાં ભંગાણ: કચ્છ અને મોરબીના બે નેતાઓએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો
ભાજપમાં ભંગાણ: કચ્છ અને મોરબીના બે નેતાઓએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો

By

Published : Nov 9, 2022, 4:28 PM IST

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી (Assembly elections) જેમ નજીક આવી રહી છે, તેમ તેમ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો પણ ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસમાં ફરીથી ઘર વાપસીનો ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાંગયેલા (Gujarat BJP) ઘણા લોકો ફરીથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસમાં મોરબીના જયેશ કાલરીયા અને કચ્છના દેવેન્દ્રસિંહ અને રણુભા પણ આજે ફરીથી કોંગ્રેસનાજોડાયા છે.

ભાજપમાં ભંગાણ: કચ્છ અને મોરબીના બે નેતાઓએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો

વર્ષોથી કોંગ્રેસનો પ્રમુખ આ સમગ્ર મામલે મોરબીના જયેશ કાલરીયાએ જણાવ્યું હતું કે, હું વર્ષોથી કોંગ્રેસનો પ્રમુખ રહ્યો છું. ચૂંટણીના સમયે વિકાસના ખોટા વાતો કરતી ભાજપ સરકાર એમાં ભરમાઈને હું બીજેપીમાં જોઈન્ટ થયો હતો. પણ આજે જ્યારે મોરબીનો ઝુલ તૂટી પડ્યો ત્યારે વિકાસની ખોટી વાતો કરતા અમારા મોરબીના 150 જેટલા લોકોને પોતાનો જીવ ગુમાવ્યો છે. અને આનું કારણ માત્ર ભાજપ સરકારની બેદરકારી છે.

ખોટી વિકાસની વાતો મોરબીની આટલી મોટી દુર્ઘટના બની એટલે એક જ પ્રશ્ન છે કે એક ખોટી વિકાસની વાતો આ સરકાર કરતી હતી. અત્યાર સુધી તો લોકોના શિક્ષણ, રોજગારની વાત હતી. પરંતુ હવે તો લોકોના જીવના છેડા કરવા લાગી છે. ત્યારે આ સરકારના રહેવી જોઈએ. લોકો પરિવર્તન માંગી રહ્યા છે અને આ વખતે મોરબી જિલ્લામાં 100 ટકા કોંગ્રેસ આવશે.

સંકલ્પ યાત્રાઓનો એક માહોલબીજી બાજુ કચ્છમાંથી જે બે યુવાનોએ દેવેન્દ્રસિંહ અને રણુભાએ ઘરવાપસી કરી છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) ગ્રુપનું વાતાવરણ અને સામાજિક રીતે લંમ્પી વાયરસ અને બીજા બધા રોગોને લઈને ફરકી ગયા હતા. કાયદો અને વ્યવસ્થા તૂટી પડી છે. તેવા વિસ્તારમાંથી આગેવાનો કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે.

ABOUT THE AUTHOR

...view details