અમદાવાદ : નવી દિલ્હી ખાતે આવેલા NCLT આપેલા ચૂકાદામાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે NCLT (નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ) ડિવિઝન બેન્ચમાં બે જ્યૂડીશયલ સભ્યોની સાથે અન્ય એક ટેક્નિકલ સભ્ય હોવો જોઈએ.
NCLTની ડિવિઝન બેન્ચમાં બે જ્યૂડીશયલ અને એક ટેક્નિકલ સભ્ય અનિવાર્ય: NCLT - Mandatory in NCLT Division Bench
નવી દિલ્હી ખાતે આવેલી NCLT દ્વારા મહત્વપૂર્ણ ચૂકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકીને NCLT દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ડિવિઝન બેન્ચની સુનાવણી દરમિયાન બે જ્યુડિશિયલ બેન્ચની સાથે એક ટેક્નિકલ સભ્યનું રહેવું જરૂરી છે.
NCLT
અમદાવાદ ખાતે આવેલા NCLTની ઇન્દોર બેન્ચ સમક્ષ નદારીના કેસમાં એક સભ્યએ અંગત કારણસર મેટર સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ આ કેસને NCLT પ્રમુખ રજિસ્ટ્રારે મેટર યોગ્ય બેન્ચ સમક્ષ મુકવાનો આદેશ કર્યો હતો.
ટ્રીબ્યુનલના આદેશને જ્યારે પ્રમુખે અભ્યાસ કર્યો ત્યારે તેમાં ત્રીજા સભ્ય પણ જ્યૂડીશયલ સભ્ય હોવાનું સામે આવ્યું હતું. જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે. આ મુદ્દે જ્યારે નવી દિલ્હી ખાતે આવેલા NCLTમાં અરજી કરાતા આ મહત્વપૂર્ણ ચૂકાદો આપવામાં આવ્યો છે.