અમદાવાદના ભુયંગદેવ અને ઇસનપુર વિસ્તારમાં અકસ્માતના 2 બનાવો બન્યા છે, બંને બનાવોમાં અકસ્માત ગાડી દ્વારા જ સર્જાયો છે. ભુયંગદેવના બનાવમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની ગાડી લઈને તેમનો ડ્રાઈવર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા.
એક્ટિવા ચાલક તેમના દીકરાને ટ્યુશન લેવા જતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. સ્થાનિકોને કહેવા પ્રમાણે MLAની ગાડીએ આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત કરનાર ગાડી ધારાસભ્ય શૈલેષ પરમારની હોવાની વાત સામે આવી હતી. જેના પર પ્રતિક્રિયા આપતા ધારાસભ્ય શૈલેશ પરમારે કહ્યું હતું કે, મારો ડ્રાઈવર ગાડી ચલાવતો હતો. ગાડીમાં ડ્રાઇવર એકલો જ હતો, હું ગાડીમાં નહોતો.
અમદાવાદમાં એક જ દિવસમાં હિટ એન્ડ રનના બે બનાવ સામે આવ્યા અકસ્માતમાં 42 વર્ષીય પ્રફુલ પટેલ ઘાયલ થતા સારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રફુલ પટેલનું મોત થયું છે. આ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું છે કે, તેમની ગાડી દ્વારા અકસ્માત સર્જાયો છે જે તેમનો ડ્રાઈવર જ ચલાવી રહ્યો હતો અને ડ્રાઈવ ગાડીમાં એકલો હતો. તેઓ બહાર હતા અને બનાવની જાણ થતાં ઘરે પહોંચી રહ્યા છે.
ઇસનપુરના અકસ્માતમાં પુરપાટ ઝડપે આવી રહેલી ગાડીએ ફૂટપાથ પર સુતેલા 3 શ્રમિકોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણેય શ્રમિકોને ઇજા પહોંચી છે જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘાયલ 3 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના એક જ સાથે 2 અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાતા ચર્ચાએ જોર પકડ્યું છે.