ગુજરાત

gujarat

ETV Bharat / state

યુગલ પાસેથી 1 હજાર રૂપિયા પડાવનારા 2 હોમગાર્ડની ધરપકડ

અમદાવાદઃ સામાન્ય રીતે લોકો પોતાની ફરિયાદ લઈને પોલીસ પાસે જતા હોય છે, પરંતુ ખાખી કપડામાં રહીને જ કોઈ લોકો સાથે છેતરપિંડી કરે તો શું થશે?

યુગલ પાસેથી 1 હજાર રૂપિયા પડાવનાર બે હોમગાર્ડ ઝડપાયા...

By

Published : May 17, 2019, 2:24 PM IST

આવી જ એક ઘટના નવરંગપુરા વિસ્તારમાં બની હતી. જેમાં એક યુગલ GLS કોલેજ પાસે બેઠુ હતું. ત્યારે તેમની પાસેથી ખાખી કપડામાં આવી આઈડી કાર્ડ ન હોવાના બહાને બે હોમગાર્ડના જવાનોએ 1 હજાર રૂપિયા પડાવ્યા હતા જેની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી હતી.

ફરિયાદી યુવકે ફરિયાદ નોંધાવી હતી કે, તે તેની ગર્લફ્રેંડ સાથે GLS કોલેજ પાસે બેઠો હતો. ત્યારે 2 ઈસમો ખાખી કપડામાં આવ્યા હતા અને ફરિયાદી અને તેમની મિત્ર પાસે આઈડી કાર્ડ માંગ્યું હતું. જ્યારે ફરિયાદી પાસે આઈડી કાર્ડ ન હોવાથી ખાખી કપડામાં આવેલા 2 ઈસમોએ 5000ની રૂપિયાની માંગણી કરી હતી અને ફરિયાદીએ 1000 રૂપિયા આપ્યા હતા.

યુગલ પાસેથી 1 હજાર રૂપિયા પડાવનાર બે હોમગાર્ડ ઝડપાયા...
આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી, પોલીસ માટે પણ આ બનાવ પડકારજનક હતો. કારણ કે, ફરિયાદમાં ખાખી કપડામાં આવેલા ઇસમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જે બંને એલિબ્રિજમાં રાત્રીના સમયે હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. જે પૈકી એકનું નામ કૌશિક પારેખ અને બીજાનું નામ માધુભાઈ છે. બંને ઇસમોની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આ પ્રકારના અન્ય ગુનાઓ પણ કર્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details