ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ છોડ્યો 'હાથ'નો સાથ - Two Congress leaders will join BJP

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક (Gujarat Assembly Election 2022)આવી રહી છે. તેવામાં કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ પડી જવા જેવી સ્થિતિ સર્જાઈ છે. પોતાના નારાજ નેતાઓને અન્ય પક્ષમાં જતુ રોકી શક્તુ નથી. નારાજગીનો આ દોર હવે સતત વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ બે નેતા કોંગ્રેસ (Two Congress leaders will join BJP)છોડવાની તૈયારીમાં છે.

કોંગ્રેસના બે દિગગજ નેતા કેશરીયા કરશે
કોંગ્રેસના બે દિગગજ નેતા કેશરીયા કરશે

By

Published : Aug 3, 2022, 2:37 PM IST

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ગુજરાત કોંગ્રેસ માટે કપરા ચઢાણ બની રહેવાની છે. કારણ કે એક તરફ ભાજપને (Bharatiya Janata Party)ટક્કર, બીજી તરફ આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને ત્રીજી તરફ પોતાના જ પક્ષના નેતાઓનો વિશ્વાસ કોંગ્રેસ (Gujarat Congress )ગુમાવી રહ્યુ છે. કોંગ્રેસ હાલ એકસાથે અનેક મોરચે લડી રહ્યુ છે. પરંતુ પોતાના નારાજ નેતાઓને (Two Congress leaders will join BJP)અન્ય પક્ષમાં જતુ રોકી શક્તુ નથી. નારાજગીનો આ દોર હવે સતત વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ બે નેતા કોંગ્રેસ છોડવાની તૈયારીમાં છે.

બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું -ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનાં મહિનાઓ બાકી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ પડી જવા જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ ગૃહપ્રધાન નરેશ રાવલે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. આની સાથે જ પૂર્વ રાજ્યસભાનાં સાંસદ રાજુ પરમાર પણ કોંગ્રેસ પાર્ટી છોડી શકે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે. 60થી વધુ વર્ષથી કોંગ્રેસ સાથે કાર્યરત રહેલા નરેશ રાવલે કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેમની સાથે કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા રાજુ પરમાર પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આ બન્ને દિગ્ગજ નેતાઓ હવે 17મી ઓગસ્ટ, બુધવારે સવારે 11 વાગ્યે ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. નરેશ રાવલ અને રાજુ પરમાર મંગળવારના દિવસે સી.આર.પાટીલ સાથે બેઠક કરી હોવાની માહિતી પણ મળી હતી.

આ પણ વાંચોઃછોટાઉદેપુર કૉંગ્રેસમાં ભંગાણ, પાટીલે જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ટોપી પહેરાવી

હાલ પક્ષથી નારાજ ચાલી -બન્ને નેતા બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. આ બન્ને નેતા અહેમદ પટેલ જૂથના છે. જેઓ હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસમાં આ ઘટના ભૂકંપ સમાન છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં 60 થી વધુ જેટલા નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે. રાજ્યસભાની 2019માં ચૂંટણી પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યુ હતુ. ત્યારબાદ રાજ્યસભા ચૂંટણી બાદ બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતુ. સાથે જ ધારાસભ્ય હીરા પટેલ, સાગર રાયકા, જયરાજસિંહ પરમાર, હાર્દિક પટેલે પણ કેસરીયો ધારણ કર્યો છે.

ભાજપમાં જોડાઈ શકે -નરેશ રાવલનું કોંગ્રેસ પાર્ટી છોડવા પાછળનું પ્રાથમિક કારણ પાર્ટીમાં આયોજનનો અભાવ હોવાનું તથા સિનિયર નેતાની અવગણના કરવાનું ચર્ચામાં આવ્યું છે. વળી અત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે તેઓ 2-3 દિવસમાં રાજીનામું આપી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. હવે જો આ તમામ અટકળો સાચી સાબિત થઈ તો કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડશે.

આ પણ વાંચોઃભાજપે મનહર્યું : પાટિલના હસ્તે પાર્ટીના બન્યા ઉધાસ

કોગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાયા -કોંગ્રેસના નેતાઓનું ભાજપ તરફી વલણ કોંગ્રેસને ભારે પડી શકે છે. વિશ્વાસ ગુમાવ્યા બાદ અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. સાથે જ કોંગ્રેસ મોવડીઓ પણ જતા હોય તો જવા દો’ એમ કહીને જાણે પોતે જ પક્ષની દશા બેસાડવા બેસ્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 થી વધુ મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. હજી પણ બે દિગ્ગજ નેતાઓ ભાજપ તરફ પલાયન કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details