અમદાવાદ સરદારનગર કુબેરનગર પોલીસ સ્ટેશનના બે કર્મચારીએ વેપારીને પાસા (police threatened the businessman) કરવાની ધમકીઆપી હતી. કુબેરનગર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીએ યુવકને દારૂની હેરફેરનો કેસકરી પાસામાં જેલમાં ધકેલવાની ધમકી આપીને રૂપિયા 2.60 લાખ પડાવી લીધા હતા. એટલુ જ નહીં જે રિક્ષામાંથી દારૂ પકડાયો તે રિક્ષાના ડ્રાઈવરને રજૂ કરવા માટે દબાણ કરીને ત્રાસ આપતા હતા. જે મામલે યુવકના ભાઈએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં (Sardarnagar Kubernagar Police Station) બે પોલીસ કર્મીઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરદારનગર કુબેરનગર પોલીસ સ્ટેશનના બે કર્મચારીએ વેપારીને પાસા કરવાની આપી ધમકી - police threatened the businessman
અમદાવાદમાં આવેલ સરદારનગર કુબેરનગર પોલીસ સ્ટેશનના બે કર્મચારીએ વેપારીને પાસા કરવાની (police threatened the businessman)ધમકી આપી હતી.પાસાની ધમકી આપીને રૂપિયા 2.60 લાખ પડાવી લેવાનો બનાવ સામે બન્યો છે.જે મામલે યુવકના ભાઈએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મીઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિક્ષામાંથી દારૂ પકડાયોવેપારીએ વેચી દીધેલી લોડિંગ રિક્ષામાંથી દારૂ પકડાતાં લાંચ લીધી હતી. સાબરમતીની પાસે રહેતા રજની વૈષ્ણવ 25 વર્ષથી વેજિટેબલ સપ્લાયનો વેપાર કરે છે. વેપાર માટે તેમણે થ્રી વ્હીલર લોડીંગ રિક્ષા ખરીદી હતી પરંતુ જૂની થઈ જતાં ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસે એક ડિલરને વેચી દીધી હતી. તારીખ 29 સપ્ટેમ્બરે કુબેરનગર પોલીસ ચોકીના બે કર્મચારી રજનીભાઈના ઘરે ગયા હતા અને તમારી રિક્ષામાંથી દારૂ પકડાયો છે, જેથી તમે પોલીસ ચોકી આવજો નહીં તો ઉઠાવી લઈશું તેમ જણાવ્યું હતું.
કેસ કરવાની ધમકી રજની વૈષ્ણવે રિક્ષા વેચી દીધી હોવાનું કહ્યું હતું. જ્યાં પોલીસ કર્મી ગૌતમ અને પ્રગ્નેશે રિક્ષામાંથી દારૂ પકડાયાનું અને તમે દારૂનો વેપાર કરતો હોવાનું કહી કેસ કરવાની ધમકી આપી રુપિયા 2.60 લાખ પડાવ્યા હતા. પૈસા આપ્યા છતાં આ બન્ને પોલીસ કર્મચારી દારૂ લઈ જતી રિક્ષા આરટીઓમાં તમારા નામે છે. જેથી રિક્ષાના ડ્રાઈવરને શોધીને પોલીસને આપો તેમ કહીને હેરાન કરતા હતા. છેવટે રજની તથા તેમના ભાઈ દિનેશે ઝોન 4 ડિસીપીને રજૂઆત કરી હતી. બાદમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી ગૌતમ અને પ્રગ્નેશના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.