મળતી માહીતી મુજબ શહેરના નાના ચિલોડા રોડ પર ઢાંકણીપુરા ગામે નવી વોટર વર્ક્સની ખુલ્લી જગ્યામાં રમતા બે બાળકોને ઇલેક્ટ્રિક વીજ થાંભલાના કરંટ લાગતા તેઓના મોત નીપજ્યાં છે. રમતા રમતા તેઓ થાંભલા પાસે ગયા હતા અને જેવા અડ્યા તેવા જ શોટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. આ બંને બાળકોના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.આ અંગે નરોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વીજ થાંભલા પાસે રમતા રમતા બે બાળકોને કરંટ લાગતા મોત - અમદાવાદ
અમદાવાદ: વરસાદી વાતાવરણમાં નાના ચિલોડા પાસેના ઢાંકણીપુરમાં ખુલ્લા પ્લોટમાં રમતા 2 બાળકોને ઇલેક્ટ્રિક થાંભલાને અડતા કરંટ લાગ્યો હતો.બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
વીજ થાંભલા પાસે રમતા રમતા બે બાળકોને કરંટ લાગતા મોત
નાના ચિલોડા પાસે ઢાંકણીપુરા ગામા અંકિત શર્મા અને વિજય ઠાકોર નામના બે બાળકો પોતાના પરિવાર સાથે રહેતા હતા.બંને બાળકો ત્રિપાઠી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.રવિવારે સાંજના સમયે ખુલ્લા પ્લોટમાં જ્યારે તેઓ રમતા હતા ત્યારે બાળકો ઇલેક્ટ્રિક થાંભળાને અડ્યા હતા જેથી બંનેને કરંટ લાગયો હતો.આ ઘટના બાદ બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરે બંનેને બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ મામલે નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Aug 19, 2019, 7:39 PM IST