ગુજરાત

gujarat

ETV Bharat / state

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરી અરજી - Gujarat High Court

રાષ્ટ્રપિતા(Father Nation) મહાત્મા ગાંધીના પ્રપૌત્ર(Gandhi great grandson) તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. કે આઝાદીની ચળવળ સાથે જોડાયેલા પવિત્ર સ્મારકને કોમર્શિયલ ટુરીઝમ માટે પરિવર્તિત ન કરવું જોઈએ.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરી અરજી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઇકોર્ટમાં કરી અરજી

By

Published : Oct 28, 2021, 1:07 PM IST

  • ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી
  • મહાત્મા ગાંધીજીના કોઈપણ આશ્રમ ક્યારેય સરકારના નિયંત્રણ હેઠળ નથી આવ્યા
  • સાબરમતી રિવરફ્રન્ટ રીડેવલપમેન્ટની કામગીરી માટે અંદાજીત 1200 કરોડ રૂપિયા ખર્ચ

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના(Mahatma Gandhi) જગ પ્રસિદ્ધ નિવાસ્થાન એવા અમદાવાદના સાબરમતી આશ્રમ(Sabarmati Ashram)ના પ્રસ્તાવિક રીડેવલપમેન્ટ સામે ગાંધીજીના પ્રપૌત્ર(Gandhi great grandson) તુષાર ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે મહાત્મા ગાંધીજીના કોઈપણ આશ્રમ ક્યારેય સરકારના નિયંત્રણ હેઠળ નથી આવ્યા. તેથી આઝાદીની ચળવળ સાથે જોડાયેલા પવિત્ર સ્મારકને કોમર્શિયલ ટુરીઝમ(Tourism Gujarat) માટે પરિવર્તિત ન કરવું જોઈએ.

ગાંધી આશ્રમમાં ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું નથીઃ અરજદાર

અરજીમાં અરજદાર રજૂઆત કરી છે કે કોઈપણ ગાંધી આશ્રમમાં અત્યાર સુધી સરકારનું સંચાલન રહ્યું નથી અને આવી રીતે ટેકઓવર કરી જરૂરી ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું નથી. આ સિવાય જો ડેવલપમેન્ટ કરવામાં આવે તો તેની કામગીરી અને આયોજન ગાંધીજીની સંસ્થાઓ જેવી કે સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન મેમોરીયલ ટ્રસ્ટ, ખાદી ગ્રામ ગ્રામ ઉદ્યોગ પ્રયોગ સમિતિ હરિજન આશ્રમ ટ્રસ્ટ સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ હરિજન સેવક સંઘ જેવી સંસ્થાઓ થકી થવી જોઈએ. તેમણે અરજીમાં રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ફડિંગ માટેની એજન્સી તરીકે કામ કરવું જોઈએ.

નવા પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 1200 કરોડ રૂપિયા

અગાઉ 5 માર્ચ 2021ના રોજ ગુજરાત સરકારે એક ઠરાવ પાસ કરીને ગવર્નિંગ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરી હતી. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને રીડેવલપમેન્ટને કામગીરીનું અમલીકરણ સોંપવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં પણ મનપાને સોપાયેલઈ કામગીરી અંગેના ઠરાવને મંજુરી આપવામાં આવી ચુકી છે. આ પાછળનો કુલ અંદાજીત ખર્ચ 1200 કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.

આ પણ વાંચોઃ PM મોદીનો ગાંધી આશ્રમ ડ્રીમ પ્રોજેક્ટ, 231 કરોડનું રીડેવલપમેન્ટ કામ AMC કરશે

આ પણ વાંચોઃ બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલે PM મોદીના માતા સાથે કરી મુલાકાત, લીધા આશીર્વાદ

ABOUT THE AUTHOR

...view details