- મણિનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા 5,000 તુલસીના રોપાનું વિતરણ કરાશે
- કોરોના વેક્સિન લેનારાને તુલસીનો છોડ અપાશે
- તુલસીના પાનની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા
અમદાવાદ : અઢળક ઔષધીય ગુણોથી સમૃદ્ધ તુલસીના 500 કરતાં વધારે છોડ રોપા સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની સ્મૃતિમાં મણિનગર સ્વામિનારાયણ મંદિર વેક્સિનેશન સેન્ટર ( Maninagar Swaminarayan Temple Vaccination Center ) ખાતે મહંત ભગવત્પ્રિયદાસજી પ્રિયદાસજી સ્વામી, ઉપમહંત મુનિભૂષણદાસજી સ્વામી, દિવ્યસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોના હસ્તે વેક્સિન લેનારાને વિતરણ કરવામાં આવ્યાં હતા અને અમદાવાદ મહાનગરપાલિકાના સંબંધિત વિસ્તારમાં હજૂ પણ 5,000 કરતાં વધુ તુલસી છોડ - રોપાનું વિતરણ કરવામાં આવશે.
તુલસીમાં ઔષધિય ગુણ છે
તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાનની પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ છોડમાં દૈવીય અને ઔષધિય ગુણ રહેલા છે. તુલસીના છોડને ઘરના આંગણામાં વાવવામાં આવે છે, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તુલસી બે પ્રકારની હોય છે. એક લીલા પાનવાળી તુલસી જેની રામ તુલસી અને હળવા કાળા રંગની તુલસી જેને શ્યામ તુલસી કહેવામાં આવે છે. લીલા પાનવાળી તુલસી બાળકો માટે અને શ્યામા તુલસી મોટા લોકો માટે લાભદાયી છે.
તુલસીના સેવનથી શરદી અને ફલૂ જેવો રોગ દૂર રહે છે