ઠેર ઠેર પાણી પહોંચતું નહીં હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી રહી છે. તેવામાં બુધવારના રોજ પીવાના શુદ્ધ પાણીનું ટેન્કર પુરપાટ ઝડપે જઈ રહ્યું હતું, વળી ટેન્કરની આજુબાજુમાંથી પસાર થતા વાહન ચાલકો ઉપર પણ બેરોકટોક પાણીના ફુવારા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવામાં આવ્યા હતા.
એક તરફ ગુજરાત પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે તો બીજી તરફ ટેન્કર દ્વારા થઈ રહ્યો છે પાણીનો બગાડ - state
અમદાવાદ: એક તરફ ગુજરાત રાજ્ય દુષ્કાળના ઓછાયા નીચે સતત ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે પીવાના પાણીની પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને તંત્ર એ પણ આંખ આડા કાન કરેલ છે તેવુ જોવા મળી રહ્યુ છે.
water
ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે, કે એક તરફ પાણીની વિકટ પરિસ્થિતિ માંથી જ્યારે ગુજરાત રાજ્ય પસાર થઈ રહ્યું છે, ત્યારે આવા ટ્રેક્ટરો આજુ બાજુમાંથી પસાર થઇ રહેલા વાહનચાલકો પર સતત ને સતત પાણીના ફુવારા ઉડાડતા પાણીનો વ્યય કરતાં જતા હોય છે. ત્યારે જ્યારે આમ જનતાને આ દેખાઈ રહ્યું છે. ત્યારે જવાબદાર તંત્ર ને પણ આ બધું દેખાય છે...? અને જો દેખાતું જ હોય તો આંખ આડા કાન રાખવાનો કારણ શું હોઈ શકે.