ગુજરાત

gujarat

ETV Bharat / state

8 ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરાયો, કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રત પ્રથમ બેઠક - Chancellor seat in Gujarat Vidyapeeth

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી બન્યા બાદ પ્રથમવાર ટ્રસ્ટી (Gujarat Vidyapith VC Acharya Devvra tMeeting) મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની નિમણૂંક કરવામાં આવી છે. સાથે મનસુખભાઈ સલ્લાને મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. (Trustee selection in Gujarat Vidyapith)

8 ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરાયો, કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રત પ્રથમ બેઠક
8 ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરાયો, કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રત પ્રથમ બેઠક

By

Published : Jan 3, 2023, 4:38 PM IST

ગુજરાત વિદ્યાપીઠના 8 ટ્રસ્ટીઓના રાજીનામનો સ્વીકાર કરાયો, આચાર્ય દેવવ્રત કુલપતિ તરીકે પ્રથમ બેઠક કરી

અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય વ્રતની કુલપતિ તરીકે નિમણૂક (Trustee selection in Gujarat Vidyapith) કરવામાં આવતા વિદ્યાપીઠના આઠ ટ્રષ્ટીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ વિરોધ સાથે રાજીનામાં આપ્યા હતા. જોકે તે આઠ ટ્રસ્ટીઓના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો અને તેમની સાથે વાત કરવાના પ્રયત્નો પણ ચાલુ હતા, પરંતુ હવે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતની હાજરીમાં ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠક મળતા જ આ આઠ રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. (Gujarat Vidyapith VC Acharya Devvrat Meeting)

સેવા પુરસ્કાર સમારોહ ગુજરાત વિદ્યાપીઠમાં આજે મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રથમ વખત કુલપતિ તરીકે હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં અગાઉ આઠ ટ્રસ્ટીઓએ જે રાજીનામાં આપ્યા હતા તેમની વાતને સ્વીકારીને રાજીનામાના પણ સ્વીકાર કરવામાં આવ્યા હતા. (Resignation of 8 trustees in Gujarat Vidyapeeth)

આ પણ વાંચોગુજરાત વિદ્યાપીઠમાંથી 594 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરતાં રાજ્યપાલ

કુલ નિયામકે શું કહ્યું આ સમગ્ર મામલે ગુજરાત વિદ્યાપીઠના કુલ નિયામક રાજેન્દ્ર ખીમાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમ બેઠક મળી હતી. જેમાં 3-4 મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 17 ઓક્ટોમ્બરે જે 8 ટ્રસ્ટીઓએ રાજીનામા આપ્યા હતા એ રાજીનામા સંદર્ભે અમે એવો ઠરાવ કર્યો હતો કે, એમની સાથે સંવાદ કરીશું અને તેઓ ટ્રસ્ટી તરીકે ચાલુ રહે એવી અમારી લાગણી છે. અમે એ તમામ આઠ ટ્રસ્ટીઓ સાથે ચર્ચાકરી હતી, પરંતુ તેમણે અમારી માંગને સ્વીકારી નથી અને આઠ ટ્રષ્ટીઓના રાજીનામાં સ્વીકારવામાં આવ્યા છે. (Chancellor seat in Gujarat Vidyapeeth)

આ પણ વાંચોગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં 4 નવા ટ્ર્સ્ટીની થઈ નિમણૂક, કુલપતિએ આપી ગાંધીવાદીની વ્યાખ્યા

2022નો પુરસ્કાર એનાયતઆ સાથે જ બીજા ચાર નવા ટ્રસ્ટીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં હર્ષદ પટેલ, ડીપી ઠાકર, રાજેશ્રી બિરલા અને ગફુર બીલખિયા વિદ્યાપીઠના નવા ટ્રસ્ટી બન્યા છે. મહત્વનું છે કે, ગુજરાત વિદ્યાપીઠમાં આજે મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર સમારોહ યોજાયો હતો. જેમાં મનસુખભાઈ સલ્લાને વર્ષ 2022નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. (Trustee selection Gujarat Vidyapith Mandal Meeting)

ABOUT THE AUTHOR

...view details