ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ટ્રમ્પનું થશે રોડ શોમાં ભવ્ય સ્વાગત - નરેન્દ્ર મોદી

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે એરપોર્ટ અને રોડ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેને લઈ ટ્રમ્પ પણ ઘણા ઉત્સુક જોવા મળી રહ્યા છે, ત્યારે ટ્રમ્પે એક વિડિઓ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં ૭૦ લાખ લોકો તેનું સ્વાગત કરશે તેવું વચન પી.એમ મોદીએ આપ્યું હોવાનું જણાવ્યું છે. જોકે મનપાના મેયર અંદાજિત ૩૦ લાખ લોકો રોડ શો દરમિયાન સ્વાગત કરશે તેવુ જણાવ્યું હતું. ત્યારે હવે જોવું રહ્યું કે કેટલા લોકો રોડ શોમાં દેશના બે મહા નાયકનું સ્વાગત કરે છે.

ટ્રમ્પનું થશે રોડ શોમાં ભવ્ય સ્વાગત
ટ્રમ્પનું થશે રોડ શોમાં ભવ્ય સ્વાગત

By

Published : Feb 21, 2020, 1:15 PM IST

અમદાવાદ : શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરે રોડ શો દરમિયાન કેટલા લોકો ઉભા રહેશે તેવો પ્રશ્ન કરતા જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો રોડ શો દરમિયાન ઉપસ્થિત રહેશે. આ સાથે જ પોલીસે પણ તે રોડ શોને પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું જણાવ્યું છે.

ટ્રમ્પનું થશે રોડ શોમાં ભવ્ય સ્વાગત
જોકે રોડ શો દરમિયાન કેટલા લોકો ટ્રમ્પનું સ્વાગત કરશે તે એક અસમંજસ જેવી બાબત છે, પરંતુ એક એનાલિસિસ પ્રમાણે રોડ શો દરમિયાન સવા લાખ લોકો જ ઉભા રહી શકે છે. તેવું વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે.

ABOUT THE AUTHOR

...view details