અમદાવાદના અસારવા વિસ્તારમાં અસારવા પુલ નીચે રહેતા આદિવાસી સમાજના લોકોએ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. ઉજવણીના ભાગરૂપે પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .સમાજના કાર્યક્રમમાં અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રેલીને ઝંડી આપીને શરૂઆત કરાવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો બેનરો લઇને જોડાયા હતા.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિતે રેલીનું આયોજન કરાયું - આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ
અમદાવાદ: આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિતે આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કર્યક્રમમાં શહેરના આદિવાસી સમાજના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ રેલીને લીલી ઝંડી આપીને રેલીની શરૂઆત કરાવી હતી. રેલી લગભગ 10 KM જેટલા વિસ્તારમાં ફરી હતી.
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્રે રેલીનું આયોજન કરાયું
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમાજની એકતા અને અખંડતા જળવાઇ રહે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહપ્રધાન અમિતશાહ કાશ્મીરને ભારત સાથે જોડયું તે નિર્ણયને પણ આવકારતા બન્ને દિગ્ગજ નેતાઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.