અમદાવાદકેન્દ્રીય ચૂંટણી પંચે (Central Election Commission) ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election 2022 ) બ્યૂગલફૂંકી દીધું છે. 2017માં બે તબક્કામાં મતદાન થયું હતું, તે જ રીતે 2022માં પણ બે તબક્કામાં જ મતદાન આપ્યું છે. ગુજરાતને બે ભાગમાં વહેચી દીધું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન(Triangle Battle in both stages of voting ) થશે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન થશે.
2017માં કયારે મતદાન હતું2017માં પ્રથમ તબક્કાનું મતદાન 9 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે યોજાયું હતું. તેમજ મતગણતરી 18 ડિસેમ્બર થઈ હતી. 2022માં 10 દિવસ પહેલા મતગણતરી થશે. એટલે કે 8 ડિસેમ્બરે હિમાચલપ્રદેશની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી (Counting of Gujarat Assembly Elections) યોજાશે.
કઈ બેઠકોનું કયારે મતદાનકચ્છની 6 બેઠક, સૌરાષ્ટ્રની 48 બેઠક અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો છે. આ કુલ 89 બેઠકો પર પહેલી ડિસેમ્બરે મતદાન થશે. તેમજ મધ્ય ગુજરાતની 61 બેઠકો અને ઉત્તર ગુજરાતની 32 બેઠકો મળી કુલ 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.
જ્ઞાતિ અનુસાર સમીકરણગુજરાતમાં 1.50 ટકા બ્રાહ્મણ, 1.50 ટકા વાણીયા, 5 ટકા ક્ષત્રિય, 12 ટકા પાટીદાર, 7 ટકા દલિતો, 40 ટકા ઓબીસી, 6 ટકા અન્ય જ્ઞાતિ, 9 ટકા મુસ્લીમ, 15 ટકા આદિવાસીઓના અને 3 ટકા અન્ય માઈનોરિટીઝના મત છે.
કઈ જ્ઞાતિઓની ભૂમિકા વધુસામાન્ય રીતે ગુજરાતમાં તમામ જ્ઞાતિના લોકો વિવિધ જિલ્લાઓમાં વસે છે. તેમ છતાં ગુજરાતમાં સરકાર બનાવવામાં પાટીદાર, ક્ષત્રિયો અને ઓબીસી જ્ઞાતિના લાકો ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તે સાથે આદિવાસીઓના મત અંકે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ દર ચૂંટણીમાં હોડ લગાવે છે અને આદિવાસીઓને રીઝવવાનો પુરો પ્રયત્ન કરાય છે. પરંતુ આદિવાસીઓના મત વહેંચાયેલા રહે છે. કોંગ્રેસની આદિવાસી વોટબેંક (Tribal Vote Bank of Congress) ભાજપે છીનવી લીધી છે, પણ કેટલાક ચુસ્ત આદિવાસીઓ હજી કોંગ્રેસ સાથે છે.
પાટીદારોનો રોલપાટીદારોમાં કડવા અને લેઉઆ પાટીદાર સરકાર રચવામાં કે સ્પષ્ટ બહુમતી મેળવવામાં મુખ્ય રોલ અદા કરે છે. અને સરકારમાં પણ તેમનો અહંમ રોલ હોય છે. સૌરાષ્ટ્રના લેઉઆ પટેલ અને દક્ષિણ ગુજરાતના પાટીદારો (Patidars of South Gujarat) પહેલી ડિસેમ્બરે મતદાન કરશે. જ્યારે ઉત્તર ગુજરાતના કડવા પટેલો અને મધ્ય ગુજરાતના પાટીદારો 5 ડિસેમ્બરે મતદાન કરશે. જો કે સામાન્ય રીતે પાટીદારો ભાજપ સાથે રહ્યા છે. પણ 2017ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને થોડુ નુકસાન થયું હતું.
આચારસંહિતા કયારે લાગુપ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે હોવાથી તેમનું નોટિફિકેશન 5 નવેમ્બરે બહાર પડશે અને ત્યારથી 89 બેઠકો પર આચારસંહિતા લાગુ પડી જશે. બીજા તબક્કાનું મતદાન (Second phase voting) 5 ડિસેમ્બર હોવાથી તેનું નોટિફિકેશન 10 નવેમ્બરે બહાર પડશે, આથી 93 બેઠકો પર ચૂંટણી આચારસંહિતા લાગુ પડી જશે.
2017ની ચૂંટણીના પરિણામ પર એક નજર2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર એક નજર કરીએ તો ભાજપને 99 બેઠક, કોંગ્રેસને 77 બેઠક, એનસીપી 1 બેઠક, બીટીપી 2 બેઠક અને અપક્ષ 3 બેઠક મળી હતી. જો કે કોંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જેથી વિધાનસભાની બેઠકોનું ગણિત ફરી ગયું હતું.
વિધાનસભાની છેલ્લી સ્થિતિહાલ ગુજરાત વિધાનસભાની સ્થિતિ જોઈએ તો ભાજપ પાસે 111 બેઠકો છે. કોંગ્રેસ પાસે 63 બેઠકો છે. એનસીપી 1, બીટીપી 2, અપક્ષ 1 અને ખાલી પડેલ બેઠક 4 છે.
કયા સુત્રથી પ્રચાર થઈ રહ્યો છેકોંગ્રેસે ‘કામ બોલે છે‘ સુત્ર હેઠળ ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી ‘એક મોકો કેજરીવાલને’ સુત્ર સાથે પ્રચાર કરે છે. જ્યારે ભાજપ ‘ભરોસાની ભાજપ’ સુત્ર હેઠળ પ્રચાર કરે છે.
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળીકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિ વચ્ચે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી પર મંથન શરૂ થયું છે. આ બેઠક ત્રણ દિવસ ચાલશે. તે અગાઉ ભાજપના નિરીક્ષકોએ દરેક જિલ્લામાં જઈને ઉમેદવારોની યાદી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં દરેક બેઠક પર પાંચથી વધુ નામ આવ્યા છે. હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મંથન પછી ત્રણ નામની પેનલ તૈયાર થશે. એટલે કે ભાજપ દ્વારા 182 બેઠક પર નામ નક્કી કરવાની કયાવત હાથ ધરી છે.
કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની દિલ્હીમાં બેઠક દિલ્હીમાં કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં ત્રણ દિવસથી સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવારોની બાબતે ચર્ચા ચાલી રહી છે. કઈ બેઠક પર કયા ઉમેદવાર જીતી શકે છે, અને આ બેઠક પર કયું જ્ઞાતિ સમીકરણ સેટ થાય છે, તેના પર વિસ્તૃત ચર્ચા ચાલી રહી છે. જો કે આ કમિટીની ચર્ચાની વિગતો હજી સુધી બહાર આવી નથી. પણ સુત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસ ત્રણેક દિવસમાં જ પોતાની પ્રથમ યાદી જાહેર કરી દેશે.
આમ આદમી પાર્ટી સીએમ ઉમેદવારનું નામ જાહેર કરશે આમ આદમી પાર્ટીએ ચાર દિવસ પહેલા જાહેર કર્યું હતું કે ગુજરાતમાં આપ તરફથી સીએમ પદનો ચહેરો કોણ હશે, તેનો અમે સર્વે કરીશું અને તેના માટે મેઈલ આઈડી અને મોબાઈલ નંબર જાહેર કર્યો હતો. હવે આવતીકાલે 4 નવેમ્બરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન અમદાવાદ આવી રહ્યા છે, અને તેઓ સંભવિત સીએમના નામની જાહેરાત કરશે. વધુમાં આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ઉમેદવારોની 9 યાદી જાહેર કરી ચુક્યું છે. તેઓ 182 બેઠક પરથી ચૂંટણી લડશે.
ત્રિપાંખિયો જંગહવે ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ત્રણેય પક્ષ દ્વારા ચૂંટણીપ્રચાર અને ઉમેદવારોના નામ નક્કી કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણી રસાકસીભરી ચૂંટણી થશે. કારણ કે અત્યાર સુધી ગુજરાતમાં બે પાર્ટી વચ્ચે જંગ થતો હતો. પણ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. કોણ જીતશે, કોણ હારશે, કોણ મેદાનમાં ભાગી જશે, કોણ કોના મત કાપશે, તે પરિણામના દિવસે જ ખબર પડશે.