અમદાવાદઃ કાલુપુર રેલ્વ સ્ટેશન અને એસ. ટી સ્ટેન્ડમાં બહારગામ જવા ફસાયેલા મુસાફરોને 5 કૂવા વિસ્તારના સામાજિક આગેવાનો, વેપારીઓએ હનીફ ભાઈ, હૈદર ભાઈ મિર્ઝા અને બીજા કાલુપુરના લોકોએ માનવતા અને કોમી એક્તાના દાખવી લોકોને પાણી અને જમવાની વ્યવસ્થા કરી અને મુસાફરોને પોતાના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી.
રેલવે બંધ થવાથી કાલુપુર રેલવે સ્ટેશને મુસાફરો રઝળી પડ્યાં, આસપાસના વિસ્તારનાં લોકોએ મદદ કરી - Infection of the corona virus
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય રેલવેએ 31 માર્ચ સુધી તમામ ટ્રેન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ જણાવ્યું કે, તમામ લાંબી મુસાફરીની ટ્રેન, એક્સપ્રેસ અને ઈન્ટરસિટી ટ્રેનનું સંચાલન 31 માર્ચ રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે. તેવામાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે મુસાફરો રઝળી પડયાં હતા. જેમને કોઈ આગોતરી જાણકારી રેલવે બંધ થવા અંગે કરવામાં આવી ન હતી.
રેલ્વે બંધ થવાના નિર્ણય અંગે કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો રઝળી પડ્યાં, આસપાસના વિસ્તારનાં લોકોએ મદદ કરી
રાજ્યના પાંચ મહાનગરો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગર સાથે હવે સમગ્ર કચ્છ જિલ્લામાં પણ 25 માર્ચ 2020 સુધી દૂધ, દવાઓ શાકભાજી અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ સિવાયની તમામ દુકાનો મોલ્સ બંધ રાખવાનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે.