ખેલ મહાકુંભ 2.0 નો ભવ્ય શુભારંભ અમદાવાદ :ગુજરાતના યુવાનોને રમતગમત ક્ષેત્ર પ્રત્યે પ્રેરવા અને ગુજરાતના ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ કાર્યરત છે. ત્યારે રાજ્યભરના ખેલાડીઓની પ્રતિભાને મંચ આપવા રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2.0 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગતરોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ખેલ મહાકૂંભના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું સંબોધન ખેલ મહાકુંભનો પ્રારંભ :અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0 નો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પેરા એશિયન ગેમ્સ 2023 માં વિજેતા થયેલા પેરા ખેલાડી સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા ખેલાડીઓને ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ખેલ મહાકૂંભના ઉદ્ઘાટન પ્રસંગે રાજય ગૃહમંત્રીનું સંબોધન ખેલ મહાકુંભ 2.0 :ખેલ મહાકુંભ 2.0 માં કુલ 39 સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 66 લાખથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ વર્ષે ખેલ મહાકુંભમાં ઈનામની રકમ વધારીને કુલ રુ. 45 કરોડ કરવામાં આવી છે. ઉપરાંત હવે તાલુકા કક્ષાના વિજેતા ખેલાડીઓને પણ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. કુલ 7 વયજુથમાં વિવિધ રમતોમાં ખેલાડીઓ ભાગ લેશે અને પ્રથમવાર ખેલાડી એકસાથે બે રમતમાં ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ખેલ પ્રતિભા રોકડ પુરસ્કાર ખેલ પ્રતિભાને મળ્યું મંચ : આ તકે ખેલાડીઓને સંબોધતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ખેલમહાકુંભથી ગુજરાતમાં ખેલકૂદની આગવી સંસ્કૃતિની પરંપરા સ્થપાઈ છે. સ્પોર્ટ્સને ઇન્સપાયર, એન્કરેજ અને સેલિબ્રેટ કરવાના અનેકવિધ નવતર આયોજન અને પ્રકલ્પોથી રાજ્યમાં મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થયું છે. રાજ્ય સરકારે બે દાયકામાં અઢી કરોડ રૂપિયાના સ્પોર્ટ્સ બજેટને ઉત્તરોત્તર વધારીને આજે 293 કરોડ રૂપિયા કર્યું છે. છેલ્લા બે દશકામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સેન્ટરની સંખ્યામાં પણ આઠ ગણો વધારો થયો છે.
ખેલ મહાકુંભ 2.0 નો ભવ્ય શુભારંભ 45 કરોડના રોકડ ઈનામ : રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે ખેલ મહાકુંભની નવી શરૂઆત થઈ રહી છે. વર્ષ 2010 માં 15 લાખ ખેલાડીઓ સાથે યોજાયેલ ખેલમહાકુંભમાં આજે 60 લાખ ખેલાડીઓની સહભાગિતા સાથે આગળ વધી રહ્યા છીએ. આ વર્ષે 7 વય જૂથમાં 39 રમત અન્વયે રૂપિયા 45 કરોડની ઈનામ રાશિ નિયત કરાઈ છે. રાજ્યના ટૂંકાગાળામાં નેશનલ ગેમ્સનું આયોજન કરાયું હતું. રાજ્યના DLSS અંતર્ગત 4890 ખેલાડીઓ માટે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રુ. 1.63 લાખ તાલીમ માટે ચૂકવવામાં આવશે.
ભવ્ય આયોજન : ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2.0 ના શુભારંભ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય રમતગમત પ્રધાન હર્ષ સંઘવી સહિત અમદાવાદના મેયર, જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સાંસદ અને ધારાસભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આખું વર્ષ ચાલશે મહાકુંભ : ખેલ મહાકુંભ 2.0 માં સેપક ટકરાવ, બીચ વુડબોલ, બીચ વોલીબોલ જેવી 4 રમતોનો સમાવેશ કરાયો છે. તેમજ વિજેતા ખેલાડીઓ અને પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગના ખેલાડીઓ વચ્ચે સ્પોર્ટ્સ લીગનું આયોજન કરાશે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પે.મહાકુંભ યોજાશે અને સમગ્ર વર્ષ 2024 દરમિયાન વિવિધ ખેલ સ્પર્ધાઓનું આયોજન કરાશે.
- અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભા 175મું વિદ્યાજ્ઞાન પર્વ યોજાયું, સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યો સંદેશ
- Flower Show: 30મી ડિસેમ્બરથી ફ્લાવર શો શરુ થશે, 400 મીટર ઊંચા ફ્લાવર સ્ટ્રકચર જેવા અનેક મુખ્ય આકર્ષણ જોવા મળશે